Homeગુજરાતજામનગરજામનગરમાં તિરંગાની ખરીદીમાં લોકો નિઃરસ દોઢ લાખથી વધુ ઓર્ડર આપ્યો છે JMCએ

જામનગરમાં તિરંગાની ખરીદીમાં લોકો નિઃરસ દોઢ લાખથી વધુ ઓર્ડર આપ્યો છે JMCએ

-

જામનગર ન્યુઝ : રાજ્યમાં સ્વંત્રતા પર્વ પર હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ દરેક સરકારી વિભાગને આ કામ માટે લગાવી દેવાયું છે. ત્યારે જામનગરમાં પણ દરેક ઘરે તિરંગો લાગવવા માટે જામનગર મહાનગરપાલિકા JMC દ્વારા રૂપિયા 35માં તિરંગા વેચાણ શરૂ કરાયું છે. પરંતુ 4695 જેટલા તિરંગાનું જ વેચાણ થતા નગરજનોની નિઃરસ હોય તેમ જણાય છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત અભિયાન ચલાવાયું છે. જેમાં સાત કેન્દ્રો શરૂ કરી ત્યાં 35 રૂપિયાના ભાવથી તિરંગા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સોમવાર સાંજ સુધીમાં માત્ર 4695 તિરંગા વેચાણ થયું જેના પેટે નગરપાલિકાને રૂપિયા 1 લાખ 64 હજાર 325ની આવક થઈ હોવાનું માલુમ પડે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 50 લાખ કરતા વધારેનું બજેટ તિરંગા નિર્માણ માટે ફાળવાયું છે. જેમાં આગામી તારીખ 12 ઑગસ્ટ સુધી સાત કેન્દ્ર મારફતે નાગરિકોનો ધ્વજ વેચાણ કરવામાં આવશે. પણ હવે એવે અવઢવ સર્જાય છે કે, ત્યાં સુધીમાં જો ધ્વજ નથી ખરીદવામાં આવ્યા કે નથી વેચાણ થયા તો શું મફથ વિતરણ કરવામાં આવશે ?

પ્રાપ્ત વિગતો અનુસાર દરેક ઘર પર ધ્વજ ફરકે તેવી વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 50 લાખના ખર્ચથી આશરે દોઢ લાખ કરતા વધારે તિરંગા બનાવવાનો ઓર્ડર આપ્યો છે. પણ જો આ તિરંગા વેચાણ નહીં થાય તો આગામી શું આયોજન તે અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

વધુ વાંચો- જામનગરમાં તાજિયા જુલુસ દરમિયાન દુર્ઘટનામાં એકનું મોત

Must Read