Homeગુજરાતજામનગરજામનગરમાં બિનવારસી છોટાહાથીની તપાસ કરતા મળી દારૂની બોટલો, બુટલેગરની તપાસ ચાલુ

જામનગરમાં બિનવારસી છોટાહાથીની તપાસ કરતા મળી દારૂની બોટલો, બુટલેગરની તપાસ ચાલુ

-

Jamnagar Update News : ગુજરાતમાં રોજબરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાઇ રહ્યો છે. જામનગરમાં નવા સ્મશાન પાસેના પુલ પરથી બિનવારસી છોટા હાથીમાંથી પોલીસે રૂ.1,19,200 ની કિંમતની 298 નંગ દારૂની બોટલ ઝડપી હતી. પોલીસે બોટલ કબ્જે કરીને બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના શિવપાર્ક નવા સ્મમશાન પાસેના બેઠા પુલ નજીક દારૂનો જથ્થો ભરેલું વાહન હોવાની માહિતી જામનગર LCB (Jamnagar LCB) ને મળી હતી. ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે બાતમીવાળા સ્થળે તપાસ કરતા ત્યાં એક છોટા હાથી નંબર GJ10 TX6774 વાહન મળી આવ્યું હતું.

વિડીયો- આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર ઝડપાઈ

વાહનની તપાસ કરતા તેમાંથી રૂ.1,19,200 ની કિંમતની દારૂની 298 બોટલ મળી આવી હતી. LCBની ટીમે છોટાહાથી અને દારૂનો જથ્થો મળીને કુલ રૂ.4,19,200ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને વાહનના નંબરના આધારે માલિક અને બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

વધુ વાંચો- બેટ દ્વારકામાં સરકારી જમીન પરના દબાણો દુર કરવા નાવડી ભરીને પોલીસ પહોંચી

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...