Homeગુજરાતજામનગરજામનગરના બેડી બંદર પર તાજેતરમાં જ ફીટ થયેલા બ્લોક ઉખડીને ઢગલો થયા

જામનગરના બેડી બંદર પર તાજેતરમાં જ ફીટ થયેલા બ્લોક ઉખડીને ઢગલો થયા

-

જામનગર : તાજેતરમાં જ જામનગરના બેડી બંદર પર જેટીનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ જેટીના પ્લેટફોર્મ પર ફીટ કરવામાં આવેલ પેવર બ્લોક ઓવરલોડ વાહનોને કારણે સત્યનાશ નિકળી ગયો છે. સાથે જ મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પરથી પેવર બ્લોક ઉખડી ગયા છે. જેના અનુસંધાને વિસ્તારના પૂર્વ કોર્પોરેટર હુસેના અનવર સંઘાર દ્વારા મુખ્યમંત્રીને સંબોધી આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે બેડી બંદર પર પેવર બ્લોક ફીટીંગની કામગીરી નબણી ગુણવત્તાની થઈ છે.

આ મામલે સ્થાનિકોમાં ચર્ચા છે કે, જેટીના કામની ગુણવત્તાને લઈ અનેક સવાલો પેદા થાય તેમ છે. આ નબળી ગુણવત્તાના કામની તપાસ કરી કોન્ટ્રાક્ટર અને સબંધિત અધિકારીઓ વિરૂધ્ધ પગલા લેવામાં આવે તો ભ્રષ્ટાચારની વિગતો ખુલી શકે તેમ છે.

વધુ વાંચો- જોર લગાકે… મુસાફરોએ GSRTCને ધક્કો મારવાની સેવા પુરી પાડવી પડી: ભરૂચ

વધુ વાંચોપ્રખ્યાત થવાની ઘેલછામાં જીપના બોનેટ પર ચઢી જોખમી સ્ટંટ; રાજકોટનો વાયરલ વિડીયો

Jamnagar Samachar

Must Read