Homeગુજરાતજામનગરજામનગર જિલ્લામાં જુગારનો સપાટો 4 દરોડામાં 12 મહિલા સહિત 25 ઝડપાયા

જામનગર જિલ્લામાં જુગારનો સપાટો 4 દરોડામાં 12 મહિલા સહિત 25 ઝડપાયા

-

Jamnagar News Update :છેલ્લા કેટલાક સમયથી પોલીસ (Jamnagar Police) દ્વારા અનેક જુગારધામમાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે જામજોધપુર (Jamjodhpur)માં ભગવતી પરા વી-માર્ટ મોલની શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

12 મહિલાઓ ઝડપાઈ

પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા કરતા 12 મહિલાઓ જાહેરમાં જુગાર રમતી ઝડપાઇ હતી. આ મહિલાઓ પાસે રૂ.25.470ની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે રોકડ રકમ અને ગંજીપાના કબજે કરીને મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો વાયરલ- રસ્તા પર ખાડાથી ત્રાહિમામ નાગરિકે આળોટીને કરી પ્રદક્ષિણા

બીજા દરોડામાં 6 શખ્સો ઝડપાયા

બીજા દરોડામાં જામનગર તાલુકાના ભલસાણ ગામ (Bhalsan Village)માં નદીકાંઠે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રમેશ દેવશી મહિડા, ઈકબાલ ઉર્ફે ભુરો સુમાર મથુપૌત્રા, રાજેન્દ્ર ખીમદાસ સોલંકી, જમન હીરા ધૈયડા, લખુ દેવા ધૈયાડ, નદીમ નજીર સુમરા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂા. 16630 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દોરોડામાં 5 શખ્સો ઝડપાયા

ત્રીજો દરોડો કાલાવડ (Kalavad)ના કૈલાશનગર વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં જૂગાર રમતા જીતેન્દ્ર જેન્તી ડાભી, કાનજી દેવજી પરેચા, સંજય દેવજી સીરોયા, સાગર કાંતિ સોલંકી, કાંતિ મેરુ કીલાણિયા નામના પાંચ શખ્સોને રૂા.10,130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો- કૂવામાં ખાબકેલા સિંહને કેવી રીતે બચાવ્યો: ગીર સોમનાથ

ચોથા દરોડામાં વર્લીનો જુગાર ઝડપાયો

ચોથો દરોડો જામનગર શહેરમાં સોલેરિયમ રોડ (Solarium Road) પાસે કરવામાં આવ્યો હતો જેમાં મોબાઇલમાં વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે દરોડા દરમિયાન મોઇન હનીફ બુખારી અને બીલાલ સતાર આશરા નામના બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ રૂ.10 હજારની કિંમતના બે મોબાઇલ, રૂ.460 ની રોકડ અને એક મોટરસાઈકલ કબ્જે કર્યુ હતું.

Must Read