Homeગુજરાતવાહ… જામનગરની જનતાએ 3 કલાકમાં 2 ટ્રક નવા નક્કોર વસ્ત્રો આપ્યા દાનમાં

વાહ… જામનગરની જનતાએ 3 કલાકમાં 2 ટ્રક નવા નક્કોર વસ્ત્રો આપ્યા દાનમાં

-

આમ આદમી (Aam aadmi party) પાર્ટીના સંજય ચેતરીયાનો(sanjay chetariya) સંપર્ક કરી વધારે વિગતો મેળવાઈ હતી….

Jamnagar: જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું. ભારે વરસાદને કારણે લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. ત્યારે લોકોની મદદ માટે ગુજરાતની (Gujarat) ખમીરવંતી જનતાએ ધોધની સરવાણી વહાવી દિધી હતી.

આમ ગુજરાતની પ્રજા ફરી વખત ઉદારતાનો દાખલો બેસાડી રહી હોય તેમ જણાય છે. આ સમગ્ર ઘટનાની જાણકારી મળતા આમ આદમી (Aam aadmi party) પાર્ટીના સંજય ચેતરીયાનો સંપર્ક કરી વધારે વિગતો મેળવાઈ હતી.

સમગ્ર વિગત એવી છે કે જામનગરમાં ભારે વરસાદ ખાબકતા લોકો બેહાલ બની ગયા હતા. કેટલાય ઘરોમાં પાણી ફરી વળ્યા તો કેટલાક ખેતરો ધોવાયા હતા. ગ્રામીણ વિસાતરમાં તો ભંયકર તારાજી સર્જાવાના કારણે લોકોને તાત્કાલિક મદદ મળે તે ખુબ જરૂરી હતું. આ કપરા સમયે આગળ આવી જામનગરની જનતા અને વરસાવી દિધી દાનની સરવાણી. લોકોએ માત્ર 3-4 કલાકમાં જ બે મોટી ટ્રક ભરીને નવા નક્કોર કપડા દાન કરી દિધા હતા.

જામનગર જિલ્લામાં પૂરની સ્થિતી બાદ આમ આદમી પાર્ટીના સંજય ચેતરીયા તેમજ પ્રકાશભાઈ ની ટીમ દ્વારા કપડાનું દાન મેળવવા કવાયત હાથ ધરાઈ હતી. જે કપડા, ચાદર તેમજ ગોદડા અને કંબલ ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક પહોંચતા કરવા ખુબ જરૂરી હતા.

જેના કારણે તેમને જામનગરની જનતા પાસે ટહેલ નાખી હતી. અને જામનગરની જનતાએ પણ બોલ જીલી લેતા માત્ર 2-3 કલાકના નજીવા સમયમાં જ 2 ટ્રક ભરાય એટલો નવો જ સામાન દાન માટે આપી દિધો હતો.

આ દાન આપનારા લોકો વિવિધ સોસાયટી, જાતિ, ધર્મના હતા તેવું દાન એકત્રિત કરનાર ટીમ પાસેથી જાણવા મળે છે.  

આ મળેલું દાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સામાજીક કાર્યકરો દ્વાર ગામડામાં વિવિધ સ્થળો પર વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાની જહેમત ઉઠાવતા કાર્યકરો દ્વારા સેવા માટે દાનની સરવાણી વહાવનાર જામનગરની જનતાનો આભાર વ્યક્ત કરાયો હતો.

Must Read