Homeગુજરાતજામનગરકાલાવડ માર્કેટ યાર્ડમાં AAP એ શા માટે કર્યો હલ્લાબોલ જાણો

કાલાવડ માર્કેટ યાર્ડમાં AAP એ શા માટે કર્યો હલ્લાબોલ જાણો

-

Jamnagar News Update : જામનગર જિલ્લાના કાલાવડમાં માર્કેટ (Kalavad Market Yard) યાર્ડમાં આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી AAP ના આગેવાનોનો વિરોધ હતો કે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડમાં વેપારીઓને જે કમિશન ચૂકવાય છે તે દર કરતા વધારે કમિશન કાલાવડમાં ચૂકવાય છે.

તાજેતરમાં જ રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ખેડૂતો પાસેથી વસુલાતી સેસની રકમ 50 પૈસાથી વધી 70 પૈસા કરવામાં આવતા ખેડૂતો એ યાર્ડના સત્તાધીશોનોવિરોધ કર્યો હતો. જે બાદ સેસ ઘટાડી 60 પૈસા કરવામાં આવ્યો હતો. તેમજ બાકી 50 ટકા બોજ વેપારી પર નાખી કમિશન 10 પૈસા ઘટાડી દેતા વેપારી વિફર્યા હતા.

ઉપરાંત વિરોધ કરતા આગેવાનોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી માર્કેટ યાર્ડ બંધ છે. જેના કારણે હજારો ખેડૂત પરેશાનીનો સામનો કરી રહ્યાં છે, ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ક્યાંય ચિત્રમાં નથી.

જૂઓપત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું

આ મામલે આજરોજ સવારના સમયે AAPના કે. પી. બથવાર સહિત દેવરાજ વૈષ્ણવ અને આગેવાનો કાલાવડ માર્કેટ યાર્ડ પર પહોંચ્યા હતા. આગેવાનોએ યાર્ડમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તે માટે રજૂઆત કરી હતી. પણ વેપારી કમિશનમાં ઘટાડો કોઈ રીતે માન્ય રાખવા તૈયાર નથી તેવી સ્થિતી જોવા મળી હતી.

વેપારી કમિશનમાં સામાન્ય ઘટાડો કરવામાં આવતા વેપારી હડતાળ પર ઉતર્યા છે તેના લીધી હાલ માર્કેટ યાર્ડમાં હરાજી નથી થતી. ત્યારે આજરોજ બપોરે બેઠક યોજી ખેડૂતોના હિતમાં યાર્ડ દ્વારા લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...