Jamnagar News Update : પાણીપુરીના ચટાકાના શોખીનોએ પાણીપુરીની ગુણવત્તા પણ ધ્યાને લેવી જોઈએ. પરંતુ પાણીપુરી ચાહકો ભાગ્યે જ આ બાબતે સજાગતા બતાવતા હોય છે. ત્યારે તંત્રની સજાગતા મહત્વની બની જતી હોય છે. એવામાં જામનગર મહાનગરપાલિકા JMC દ્વારા શહેરમાં ફૂડ ચેકિંગ હાથ ધરાયુું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નવાગામ ઘેડ, રામેશ્ર્વર, પટેલ કોલોની, યાદવનગર, સાતનાલા, બેડેશ્ર્વરમાં આવેલી ધનલક્ષ્મી પાણીપુરી, સંતરામ પાણીપુરી, કાલુભાઇ કુશવાહ, સુમન કુશવાહ, બજરંગ પાણીપુરી, લખપત કુશવાહ, જયેશ કુશવાહ, રામ પાણીપુરી, જીતુભાઇ કુશવાહ, સોનુભાઇ પાણીપુરી, જે.કે.ફૂડ ઝોન, શ્યામ પાણીપુરી, શ્યામસુંદર પાણીપુરી, રામપાલ ધુધરાવારા, સપના પાણીપુરી, શિવમ કુમાર, કિષ્ના પાણીપુરી, મુરલીધર પાણીપુરી, મુસ્કાન પાણીપુરી, જયમહાકાલી પાણીપુરી, મુકેશ પાણીપુરી, બજરંગ પાણીપુરી સેન્ટર, અજાણસિંહ, સુંદર કુશવાહ, રામકુમાર પાણીપુરીના વિક્રેતાને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વધુ વાંચો- ડ્રાયવરે આવું કર્યું તો યુવતીએ ઝિંક્યા ફડાકા; રાજકોટની સિટી બસ ફરી વિવાદમાં
સાથે જ મહાનગરપાલિકા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી વાસી અને અખાદ્ય સામગ્રીઓનો નાશ કરવામાં આવ્યો હતો. 60 કિલો બટેટા, 53 કિલો ચટણી અને 15 કિલો તેલ અનહાઇજેનિક જણાતા સ્થળ ઉપર નાશ કરાયો હતો. તેમજ જે.કે.ફૂડ ઝોનમાં ચેકિંગ દરમ્યાન 10 કિલો મંચુરિયન, 2 કિલો ડ્રેગન પોટેટો તથા 1 કિલો રાઇઝ વાસી જણાતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.