જામનગર : સ્ટેટ GSTની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા દરોડામાં રૂપિયા 62.78 કરોડની કરચોરી મામલે 6 જૂલાઈના રોજ વૈભવ ઈન્ડસ્ટ્રીઝના યોગેશ વોરાની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ યોગેશ વોરાના 15 દિવસ બાદ રિમાન્ડ મંજૂર થતા આ નિર્ણયને પડકારતી એક પીટીશન કરવામાં આવી હતી. આ પીટીશન દાખલ કરતા હાઈકોર્ટે રિમાન્ડ આપ્યાના 3 કલાકમાં સ્ટે આપ્યો હતો.
6 જૂલાઈના રોજ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કરચોરી મામલે યોગેશ નરશીભાઈની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રૂજૂ કરી આરોપીની 14 દિવસની રિમાન્ડ માગવામાં આવી હતી જે મંજરૂ થઈ ન હતી. બાદમાં સરકાર પક્ષે સેસન્સ કોર્ટમાં આરોપી યોગેશ વોરાની રિમાન્ડ મેળવવા રિવિઝન અરજી કરી હતી. જે અરજી 22 જૂલાઈના રોજ બપોરે ચેલી જતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

આ નિર્ણયને લઈ આરોપી યોગેશ વોરાના વકિલે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. આ પિટિશનરમાં જસ્ટીસ નિરલ મહેતાની કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી હતી કે CRPC એક્ટ 167 હેઠળ ધરપકડના 15 દિવસ બાદ પોલીસને કસ્ટડી આપી શકાય નહીં અને આરોપી જેલ હવાલે કરવામાં આવે. જે મામલે હાઈકોર્ટે દલીલો સાંભળી જામનગર સેસન્સ કોર્ટના શુક્રવારે આપેલા 7 દિવસના રિમાન્ડના નિર્ણયને સ્ટે આપી આરોપી જેલ હવાલે કર્યો હતો.
વધુ વાંચો– આ રીતે પૈસા બચાવી મુસાફરી કરવી કેટલી ભારે પડી શકે છે સુરતનું તંત્ર ક્યારે જાગશે ?