Homeગુજરાતજામનગરડ્રગ કેસના આરોપીના ઘરનું લાઈટ બીલ જોઈ SP પ્રેમસુખ ડેલુએ એવું કર્યું...

ડ્રગ કેસના આરોપીના ઘરનું લાઈટ બીલ જોઈ SP પ્રેમસુખ ડેલુએ એવું કર્યું કે આવી લાખોની પેનલ્ટી: જામનગર

-

જોડિયા : જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ અમદાવાદ બાદ જામનગરમાં પણ કાર્યવાહીને કારણે ચર્ચામાં છે. ગતરોજ પ્રેમસુખ ડેલુ જામનગર જિલ્લાના જોડિયા ખાતે તાજેતરમાં જ એટીએસ દ્વારા મોરબી જિલ્લાના જિંજુડા ગામથી ઝડપાયેલા ડ્રગ પ્રકરણના લેન્ડીંગ પોઈન્ટની મુલાકાત માટે ગયા હતા. બાદમાં ત્યાંથી તેઓ કેસના આરોપીના ઘર પર પણ પહોંચ્યા હતા. આરોપીના ઘરે પહોંચી પ્રેમસુખ ડેલુએ હાજર વ્યક્તિ પાસેથી ઘરનું લાઈટ બીલ માગ્યું હતું. રૂપિયા 250 અને 500નું લાઈટ બીલ જોઈ પ્રેમસુખ ડેલું ચોંકી ગયા હતા.

એસ.પી. પ્રેમસુખ ડેલુએ બે માળના ઘરમાં જોવા મળતા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને એસી, ફ્રીજ, ઘરઘંટી અને 30 જેટલી લાઈટ હોવા છતાં આટલું બીલ કેમ આવે તે સવાલ પેદા કર્યો હતો. તેમણે આ મામલે પીજીવીસીએલ જામનગરના અધિક્ષક કે. આર. પરીખને આ બાબતની જાણકારી આપી હતી અને મુદ્દાને ગંભીરતાથી લેવા તાકીદ કરી હતી.

પીજીવીસીએલના કે. આર. પરીખે પણ ગંભીરતાથી મુદ્દાની તપાસ આદરવા સ્થાનિક ઈજનેરને જાણ કરી તપાસ કરાવી હતી. જેમાં ખુલવા પામ્યું કે, બે મકાનના મીટરમાં પાછળથી ટેમ્પર કરી ચેડા કરવામાં આવ્યા હતા. પીજીવીસીએલ દ્વારા આ મામલે રૂપિયા 2.80 લાખ અને 2.65 લાખનું બીલ ફટકારી બંનેના કનેક્શન કાપી નાખ્યા છે.

Must Read