Jamnagar News Update : જામનગર સહિતના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં માદક પદાર્થોની હેરફેરા કિસ્સા વધતા જણાય છે. ત્યારે જામનગરમાં ગતરાત્રીના સમયે એક સફળ ઓપરેશન પાર પાડી રૂપિયા 6 કરોડનો ડ્રગનો જથ્થો ઝડપી લેવાયો છે. મોટી વાત છે કે આ ઑપરેશનમાં એનસીબી તેમજ નેવી ઈન્ટેલિજન્સ જોડાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર શહેરમાં આવેલા એક શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર રાત્રિના આરોપીઓ નેવી ઈન્ટેલિજન્સને હાથ લાગ્યા હતા.
વધુ વાંચો- રાજ્ય સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા મહત્વનો નિર્ણય
સુત્રોના જણાવ્યા મુજબ આરોપીઓમાં ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે. તેમજ ડ્રગનો જથ્થો મુંબઈથી આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે જામનગર પોલીસને આ મામલે માહિતી ન હતી અને જામનગર પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.
હાલ આ મામલે વિવિધ એજન્સીઓ અને પોલીસ દ્વારા ડ્રગ કેવી રીતે અને ક્યાંથી આવ્યું સહિત મુદ્દે તપાસ ચાલી રહી છે.
વધુ વાંચો- બેટ્સમેન મયંક અગ્રવાલને માથામાં બોલ વાગતા ઢળી પડ્યો: રાજકોટ