Jamnagar News Update : કોરોના કાળના બે વર્ષ બાદ રાજ્યમાં નવરાત્રી (Navratri)નું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં અનેક સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના પંચેશ્વર ટાવર પાસેની ગરબીમાં ગઈ રાત્રિના સમયે યુવતીઓના ફોટા પાડવાની ગરબી સંચાલકે ના પાડતા બે શખ્શોએ ગરબી સંચાલક સહિત બે વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેને લઇ ગરબીમાં અફડાતફડી મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિડીયો– આવો દેશી જુગાડ તો ભારતનો ખેડુત જ કરી શકે
પ્રાપ્ત વિગત મુજબ, જામનગરના પંચેશ્વર ટાવર પાસેની ગરબીમાં ગઈ રાત્રિએ બે શખ્સો મોબાઈલમાં યુવતીઓ અને મહિલાઓના ફોટા પાડતા હતા. આ જોતા ગરબીના સંચાલક ભાલાએ ફોટા પાડવાની ના કહેતા દુષ્યંતસિંહ અને ભાવિરાજસિંહ નામના બે શખ્સોએ ગરબી સંચાલક ભાલા અને રવિ ઢાપા નામના બે યુવાનો ઉપર છરી વડે હુમલો કર્યો હતો.
વધુ વાંચો- સસ્તામાં વિદેશ ટૂરના નામે કરોડોની છેતરપિંડી કેવી રીતે થઈ જૂઓ
હુમલાના કારણે ગરબીમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.