Homeગુજરાતજામનગરજામનગરના બેડી વિસ્તારમાં પોલીસ ઓપરેશનમાં 6 લાખના ડ્રગ સાથે વૃધ્ધની ધરપકડ

જામનગરના બેડી વિસ્તારમાં પોલીસ ઓપરેશનમાં 6 લાખના ડ્રગ સાથે વૃધ્ધની ધરપકડ

-

જામનગર ન્યુઝ : આજરોજ 3 જૂલાઈના રોજ દેવભૂમિ દ્વારકાની SOGની ટીમે બાતમીના આધારે બેડી વિસ્તારમાં દરોડો કર્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 6 લાખની કિંમતના MD ડ્રગ સાથે એક આરોપી પકડાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર બેડી વિસ્તારમાં રામ મંદિર ચોક પાસે આવેલા બાવાફળીમાંથી પોલીસે બિલાલ અબ્દૂલ દલ નામના વૃધ્ધની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 6 લાખની કિંમતનો 59 ગ્રામ એમડી પકડી પાડ્યો હતો. આરોપી વિરૂધ્ધ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો- કરોડોના ગાંજા પ્રકરણમાં ઓરિસ્સાથી ઓપરેશન ચલાવી આરોપી પકડી લાવતી સુરત પોલીસ

પોલીસે આરોપીને ડ્રગ કેવી રીતે અને કોણે પહોંચાડ્યો એ દિશામાં ઊંડી તપાસ હાથ ધરી છે. જામનગર એસઓજીની ટીમ દ્વારા સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત એટીએસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

વધુ વાંચો- રાજકોટમાં કાળીયો ઠાકર પોલીસ બની આવ્યો: મકાન માલિક

Must Read