Homeગુજરાતજામનગરજામનગર હોમગાર્ડના જવાનોને તાલીમ આપતી NDRFની ટીમ

જામનગર હોમગાર્ડના જવાનોને તાલીમ આપતી NDRFની ટીમ

-

જામનગર : કુદરતી કે માનવ સર્જિત આફત સમયે ત્વરીત રાહત-બચાવ કામગીરી કરવાની તાતી જરૂર હોય છે. આ સ્થિતીમાં સ્થાનિક તંત્રને તાલીમ આપી સજજ રાખવા માટે NDRF હાલ તાલીમ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. ત્યારે જામનગરના હોમગાર્ડના જવાનોને NDRF દ્વારા માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.

જામનગરના તન્ના હોલ ખાતે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં હોમગાર્ડના 350 જેટલા જવાનો જોડાયા હતા. આ તાલીમ શિબિરમાં કુદરતી અને માનવ સર્જિત આફત માં કઈ રીતે કામગીરી કરવી તેનું લાઇવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં હોમગાર્ડના કમાંડિંગ ઓફિસર સુરેશ ભીંડી, ગિરીશ સરવૈયા, NDRF ના ઇન્સ્પેકટર રાજેશ, સબ ઇન્સ્પેકટર વૈદપ્રકાશ યાદવ, રાજદીપસિંહ વાળા, માનસી સિંગ સહિતના અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Must Read