Homeગુજરાતજામનગરકાલાવડ તાલુકામાં જેટકોના વીજપોલ ખેડૂતો માટે બન્યા આફત: જામનગર

કાલાવડ તાલુકામાં જેટકોના વીજપોલ ખેડૂતો માટે બન્યા આફત: જામનગર

-

જામનગર : જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો માટે હાલ જેટકો કંપનીની 220 કેવી લાઈન માથાનો દુઃખાવો બની ગઈ છે. કાલાવડના જસાપર ગામના ખેડૂતોના ખેતરમાં વીજ લાઈનનો પોલ ધરાશાયી થતા ખેતરમાં જવાની મુશકેલી સર્જાય છે. વીજ પોલ પડી ગયા બાદ પણ ખેડૂતોની જાણે તંત્રને કોઈ દરકાર ન હોય તેમ કંપનીને તાત્કાલીક કાટમાળ દુર કરવા જણાવાયું નથી. સાથે જ કંપનીના પણ કોઈ માણસ આ વીજપોલથી મુક્તી અપાવવા નથી આવ્યો. આ સ્થિતીમાં ખેડૂતોનો પાક બરબાદ થાય તેવી હાલત જોવા મળી રહી છે.

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં જેટકો કંપનીના વીજ પોલ પડવાના કારણે ખેડૂતો ખેતરમાં જઈ કામ કરી શકતા નથી. વરસાદ સારો થયા બાદ વરાપ નિકળી ત્યારે ખેડૂતોને નિંદામણ અને પાકને દવા છંટકાવ જેવા જરૂરી કામ કરવા પડતા હોય છે. પરંતુ હવે જ્યારે ખેતરમાં થાંભલાનો કાટમાળ હોય ત્યારે કેમ કેવી રીતે થાય તે સવાલ મુંઝવી રહ્યો છે. આ સ્થિતીમાં કંપનીઓને કોઈ ફર્ક ન પડતો હોય ખેડૂતોને જ નૂકશાન ભોગવવાનો વારો આવતો હોય છે. પરંતુ માનવતાના ધોરણે તંત્રએ કંપનીને ફટકારી વહેલી તકે કાટમાળ ઉપડાવી લેવો જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે.

ગામના આગેવાનોએ કૃષિમંત્રી રાધવજીભાઇ પટેલને પણ રજુઆત કરી

જેટકો કંપનીની 220 કેવી લાઇનનો વીજપોલ ધરાશયી જેટકો કંપનીની બેદરકારીને કારણે ચિતામાં મૂકાયેલા ખેડૂતોના ગામના આગેવાનોએ આ મામલે કૃષિમંત્રી રાધવજીભાઇ પટેલને પણ રજુઆત કરી હતી. પરંતુ ત્યારબાદ પણ કંપનીનો કોઈ માણસ કે તંત્રના અધિકારી સ્થિતી સુધારવા પહોંચ્યા નથી. આ મામલે ખેડૂતોનું કહેવું છે કે, અધિકારીઓ અમારા ફોન પણ રિસીવ નથી કરતા. જ્યારે અમારી ટીમે જેટકો કંપનીના અધિકારીના સંપર્ક કર્ય ત્યારે તેણે ઉડાવ જવાબ આપ્યા છે. આ વીજ વાયરને લીધે ખેડૂત કે ખેતરમાં કામ કરતા કોઈ મજુરને કંઈ થાય તો તેના જવાદાર કોણ ?

Must Read