Homeગુજરાતજામનગરજામનગરના લાલપુરમાં માતાના ઠપકાનું માઠુ લાગતા પુત્રીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગરના લાલપુરમાં માતાના ઠપકાનું માઠુ લાગતા પુત્રીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા

-

જામનગર : લાલપુર તાલુકાના ગોવાણા ગામની 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરીના અહેવાલ મળી રહ્યાં છે. યુવતીએ માતાના ઠપકાનું માઠુ લાગતા આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના લાલપુર તાલુકા ગોવાણા ગામમાં સીમ વિસ્તારમાં રહેતા ચેતનાબેન બચુભાઈ નનેરા ઉંમર વર્ષ 19 નામની યુવતીએ આત્મહત્યા કરી હતી. યુવતીને માતાએ મોડા ઉઠવા માટે ઢોર ઢાંખરનું કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું યુવતીને મનમાં લાગી આવતા ગત શનિવારે તારીખ 23 જૂલાઈના રોજ ઘરે ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું.

યુવતીની આત્મહત્યાની જાણ થતા પોલીસ કર્મચારી ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો- રાજકોટમાં રૂ.35 હજારની ઉઘરાણીમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયુ

વધુ વાંચો- જામનગર હોમગાર્ડના જવાનોને તાલીમ આપતી NDRFની ટીમ

Must Read