Homeગુજરાતજામનગરદરેડ GIDC માં 17 હજાર કિલો બિનહિસાબી ચોખાનો જથ્થો ઝડપાયો

દરેડ GIDC માં 17 હજાર કિલો બિનહિસાબી ચોખાનો જથ્થો ઝડપાયો

-

Jamnagar News : જામનગરના દરેડ (Dared) વિસ્તારમાં એક ગોદામમાં બિલ વગરનો ચોખાનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે SOG શાખાની ટીમે દરોડો પાડીને રૂ.3.41 લાખની કિંમતનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કરીને રાજકોટ (Rajkot)ના બે શખ્સોની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, જામનગરની એસઓજી શાખાની ટીમને ચોક્કર બાતમી મળી હતી કે, દરેડ જીઆઇડીસી ફેસ-3, શિવ કોમ્પલેક્ષની પાછળ આવેલા એક ગોદામમાં બે શખ્સો શંકાસ્પદ રીતે ચોખાના જથ્થાને ઉતારીને સગેવગે કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ગોદામમાં દરોડો પાડતા ગોદામમાંથી 17,070 કિલો વજનના 317 ચોખાના બાચકાઓ મળી આવ્યા હતા.

વિડીયો- અલ્પેશ કથિરીયા અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ વિડીયોમાં…

તેના બિલની માંગણી કરતા ત્યાં હાજર બંને શખ્સોએ કોઇ આધાર પુરાવા આપ્યા ન હતા. જેથી એસઓજીની ટીમે કુલ રૂ.3,41,400 ની કિંમતનો ચોખાનો જથ્થો કબજે કરીને ગોદામમાં હાજર રાજકોટના મયંક અશોકભાઈ સોજીત્રા અને વૈભવ મનસુખભાઈ પાનસુરીયાની અટકાયત કરીને પંચકોશી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યા છે.

પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ જામનગર જિલ્લા તથા આસપાસના વિસ્તારોમાંથી વાસણના બદલામાં ખેડૂતો પાસેથી ચોખાનો જથ્થો મેળવીને પોતાને આપી ગયા હોવાનું રટણ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે બંનેની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરીને ચોખાનો જથ્થો ચોરીનો છે કે કેમ તેમજ ક્યાંથી આયાત થયો છે તે વિશેની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો- મોરબીમાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓના કાર્યક્રમ પહેલા કિસાન નેતા નજરકેદ ?

Must Read