Homeગુજરાતજામનગરરખડતા ઢોરને રખડતા અસામાજિક તત્વોએ ઢોર ડબ્બો તોડી ભગાડી દીધા: જામનગર

રખડતા ઢોરને રખડતા અસામાજિક તત્વોએ ઢોર ડબ્બો તોડી ભગાડી દીધા: જામનગર

-

Jamanagar News : રખડતાં ઢોરની વકરેલી સમસ્યા મામલે સરકારની ગંભીરતા ત્યારે ખુલી પડી કે જ્યારે ગુજરાત હાઈ કોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી કાર્યવાહી માટે કહેવું પડ્યું ટુંકમાં સરકાર મતબેંકને ધ્યાને રાખી રખડતાં ઢોરના કાયદાને લાગુ પાડવામાં ઉણી ઉતરી હશે. પરંતુ હવે જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો જામનગરમાં પશુ પાલકોએ રખડતાં ઢોર (Stray Cattle)ને મઘ્યરાત્રિના સમયે તોડફોડ કરી છોડાવી દીધા હતા

ઘટનાની વિગત એવી છે કે, ગતરોજ શુક્રવારે રાત્રિના સુમારે સોનલનગરમાં આવેલા ઢોર ડબ્બાની બેરીકેડીંગમાં તોડફોડ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા પકડેલા ઢોર રાખવા માટે ઉભી કરેલી વ્યવસ્થાને તોડી નાખવામાં આવી હતી. ટોળા સ્વરૂપે ઘસી આવેલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી ભયનું વાતાવરણ બનાવી 162 ઢોર ભગાડી દીધા હતા.

વધુ વાંચો- જામનગરમાં લાખાબાવળ પાસે રખડતાં ઢોરની અડફેટે બાઈક સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું

ઘટનાની જાણ થતા ફિલ્મની જેમ ઘટના ઘટી ગયા બાદ પોલીસ આવી હતી. પોલીસ આવતાની સાથે જ અસામાજિક તત્વો પણ નાશી છુટ્યા હતા.

આ મામલે વિગતો મળી રહી છે કે, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ 3 અધિકારીઓના નેજા હેઠળ ચાર ટીમો બનાવી છે. સાથે જ ટીમોના રક્ષણ માટે પોલીસ બંદોબસ્ત પણ ફાળવાયો છે. જે હવે રખડતાં ઢોર મામલે કડક કાર્યવાહી કરશે.

શુક્રવારની રાત્રિએ ઘસી આવેલા 50 કરતા વધારે અસામાજિક તત્વોએ ઢોર રાખેલી જગ્યામાં હંગામો કર્યો હતો. દરમિયાન સારવાર માટે રાખેલી ગાયો તેમજ પકડેલા ઢોરને બેરકેડ તોડી નાખી ભગાવી દેવાયા હતા. જેના કારણે 162 જેટલા ઢોર શહેરના માર્ગો પર નાશી છુટ્યા હતા.

અસામાજિક તત્વો દ્વારા કરાયેલી આ તોડફોડની ગંભીર ઘટનામાં મહાનગરપાલિકાની ટીમ એકશનમાં આવી ગઇ છે અને અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.


ફટ છે સરકાર ! શહીદનું “શોર્યચક્ર” સન્માન કુરિયરથી કર્યાનો આઘાતજનક કિસ્સો: અમદાવાદ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...