Homeગુજરાતજામનગરજામનગરમાં લાખાબાવળ પાસે રખડતાં ઢોરની અડફેટે બાઈક સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું

જામનગરમાં લાખાબાવળ પાસે રખડતાં ઢોરની અડફેટે બાઈક સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું

-

Jamnagar News : જામનગરમાં રખડતાં ઢોરો (Stray Cattle)નો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. જેના કારણે અક્માતના બનાવોમાં વઘારો જોવા મળી રહ્યો છે. આવો જ એક અકસ્માતનો બનાવ ખંભાળિયા ધોરીમાર્ગ પર બનવા પામ્યો છે.

જેમાં સિક્કાથી જામનગર આવી રહેલા બાઇક સવાર દંપત્તિને લાખાબાવળ નજીક ખૂંટિયો આડો ઉતરતા અકસ્માત નડ્યો હતો અને દંપતી ઘાયલ થયું છે. દંપત્તિ હાલ જી.જી. હોસ્પિટલ (G G Hospital)માં સારવાર હેઠળ છે. આ અકસ્માત સાંજના સાતેક વાગ્યાના સમયગાળામમાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામના પાટિયા પાસે સર્જાયો હતો.

વધુ વાંચો- ‘રોક શકો તો રોક લો’ વિંછીયામાં પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર

બનાવની વિગત અનુસાર, હારૂનભાઈ ઇસ્માઇલભાઈ માણેક (ઉ.40) અને તેમના પત્ની સાબીરાબેન હારૂનભાઈ માણેક (ઉ.38) ગતરોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે સિક્કાથી જામનગર બાઇક પર આવવા નીકળ્યા હતા.

જેમાં લાખાબાવળ પાસે એક ખૂંટિયો રસ્તામાં આડો ઉતરતાં બાઇક ફંગોળાયું હતું અને દંપતી દૂર ફેંકાઇ જતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી બંનેને લોહી નીતરતી હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વિડીયો- આવો દેશી જુગાડ તો ભારતનો ખેડુત જ કરી શકે

આ અકસ્માતના બનાવ અંગે જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Whatsapp ad sm
Whatsapp ad sm

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...