HomeગુજરાતજામનગરED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં જામનગર કોંગ્રેસના ધરણા

ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં જામનગર કોંગ્રેસના ધરણા

-

જામનગર : આજરોજ કોંગ્રેસ દ્વારા જામનગર શહેરમાં નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની પુછપરછ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોનો આક્ષેપ છે કે ઈડી કોઈ પુરાવા વગર રાજકીય કિન્નાખોરીથી સરકારના ઈશારે કાર્ય કરી રહી છે. ઈડીની સોનિયા ગાંધીની પુછપરછના વિરોધમાં જામનગર કોંગ્રેસના આગેવાનો આજે રસ્તા પર ઉતર્યા છે.

jamnagar congress leaders and workers protest against ed investigation national herald case july

વિરોધ પ્રદર્શનમાં જામનગરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં ઈન્કમટેક્સ કચેરી પાસે કાર્યકરો હાજર રહ્યાં હતા. કાર્યકરો વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ધરણા પર બેસી જતા ટ્રાફિક સર્જાયો હતો. પોલીસે ચક્કાજામ થતા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ વિરોધ પ્રદર્શનમાં કોગ્રેસના જામનગરના નગરસેવક જૈનબબેન ખફી, રચનાબેન નંદાણીયા સહિતના કોંગ્રેસી નેતાઓ અને આગેવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ઈડીની પુછપરછ દરમિયાન દિલ્હીમાં પણ કોંગ્રેસી કાર્યકરો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો.

વધ વાંચો- કોલ ઈન્ડિયાનો કોલસો કાળો અને અદાણીનો કોલસો રૂપાળો ? રોહન પાંડેનો કેન્દ્ર પર કટાક્ષ

Must Read