Homeગુજરાતગુજસીટોકના આરોપી જયેશના મળતીયા યશપાલ, જશપાલ બંધુની મિલ્કત સીલ કરવામાં આવી

ગુજસીટોકના આરોપી જયેશના મળતીયા યશપાલ, જશપાલ બંધુની મિલ્કત સીલ કરવામાં આવી

-

Jamnagar Gujarati news : જામનગરના જયેશ પટેલના પ્રકરણ મામલે તંત્ર કડક વલણ અખત્યાર કરી રહ્યું છે. આ કેસના આરોપી યશપાલ અને જશપાલ જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. બંને શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરતા જામનગરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલ મિલ્કતને સીલ કરવામાં આવી છે.

જયેશ પટેલ પર નોંધાયેલા ગુજસીટોક કેસ મામલે યશપાલ, જશપાલ જાડેજા જામનગરની જેલમાં કેદ છ્. ત્યારે કાયદા પ્રમાણે તેમના પર કડક પગલા લેવામાં આવ્યા છે. જેમાં 2730 ફૂટ ક્ષેત્રફળના 2 પ્લો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી જયેશ પટેલના મેનપાવર અને બાહુબલી તરીકે યશપાલ અને જશપાલ જાડેજા કામ કરતા હોવાનો આરોપ છે. કથિત રીતે તેઓ જયેશના નાણાકીય વ્યવહારો અને આંગડીયા સવલત પણ પુરી પાડી તેને વિદેશમાં રૂપિયા પહોંચાડતા હતા.

Jamnagar News: ગુજસીટોકના આરોપી જયેશના મળતીયા યશપાલ-જશપાલ બંધુની મિલ્કત સીલ કરવામાં આવી

હાલ આ કેસનો મુખ્ય સુત્રધાર જયેશ પટેલ લંડનની જેલમાં કેદ છે. કથિત જમીન માફિયા જયેશ પટેલને રોકવા માટે સરકારે દોઢ વર્ષ અગાઉ કાર્યવાહી હાથ ધરી હતી. જે મામલે ભાજપના પૂર્વ નગરસેવક અને પૂર્વ પોલીસ કર્મચારી સહિતના 16 લોકો સામે ગુજસીટોકની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલ જમીન પચાવી પાડવા, હત્યા, ખંડણી અને બોગસ દસ્તાવેજો સહિત 42 ગુનાનો આરોપી બની ગયો છે. સાથે જ જયેશ પટેલ વિરૂધ્ધ ગુજસીટોકના ગુનાની કલમ પણ ઉમેરાઈ છે. જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં પણ તેની સંડોવણી હોવાનો આરોપ છે. હાલ જયેશ લંડન ખાતે જેલમાં બંધ છે.

જયેશ પટેલ અને તેના સાગરીતો સામે એક્શન

જયેશ પટેલના સાગરીત અતુલ ભંડેરી, વશ્રામ મિયાત્રા, નિલેષ ટોલિયા, મુકેશ અભંગી, પ્રવીણ ચોવટીયા, જીમ્મી આડતીયા, અનિલ પરમાર, પ્રફુલ્લ પોપટ, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, અનિલ ડાંગરિયા, તેમજ વકીલ વી એલ માનસતા હાલ જેલ હવાલે છે.

Must Read