Homeગુજરાતજામનગરજામનગર જિલ્લામાં જૂગાર પર પોલીસનો સપાટો 5 મહિલા સહિત 19 ઝબ્બે

જામનગર જિલ્લામાં જૂગાર પર પોલીસનો સપાટો 5 મહિલા સહિત 19 ઝબ્બે

-

જામનગર : જામનગરમાં શહેર (Jamnagar City) અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ જૂગાર પર દરોડા કરી આરોપીઓ ઝડપી પાડ્યા હતા. જેમાં શહેરના દિગ્વિજય પ્લોટમાંથી ઘોડીપાસાના જૂગાર રમતા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શહેરમાં તીનપત્તિનો જૂગાર રમતી 5 મહિલાની રૂપિયા 11,400ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ગ્રામ્યના જામજોધપુરમાં ગંજુપાનાથી જૂગાર રમતા 4 આરોપી પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ શહેરમાં દરેડ વિસ્તારમાં વર્લી ફિચરના આંકડા મોબાઈલમાં લખતા એક આરોપને પકડી પાડવામાં આવ્યો હતો. હાપામાં પણ પોલીસે દરોડો કરી 6 આરોપીને જૂગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે શહેરના દિગ્વિજય પ્લોટના વિશ્રામવાડી પાછળના વિસ્તારમાંથી 3 આરોપીને ઘોડી પાસાનો જૂગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી ઈમરાન ઉર્ફે ઈબુડો અબુ પતાણી, લાખા દલુ ધારાણી અને વિનોદ દામજી મંગેને પકડી કાર્યવાહી કરી હતી. સીટી- એ ડિવિઝને આ મામલે આરોપીને રૂપિયા 36,630 ની રોકડ કબ્જે કરી કેસ દાખલ કરી કાર્યવાહી કરી હતી.

જામનગર પોલીસે (Jamnagar Police) શહેરમાંથી 5 મહિલાને પણ રૂપિયા 11 હજારથી વધારેની રકમ સાતે તીનપત્તિનો જૂગાર રમતા પકડી પાડી હતી.

પોલીસે અરજણ નાજા સામળા, સરમણ બધા કોડિયાતર અને ગાગા બધા કોડિયાતર, સુરેષ નરશી છાયાને જામજોધપુરના કુંભારવાસમાંથી રૂપિયા 12,220ની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા.

પોલીસે દરોડો કરી જામનગરના દરેડના મસીતિયા રોડ પરથી વર્લી મટકાના આંકડા લખતો આરોપી પકડી પાડ્યો હતો. જેમાં આરોપી મોબાઈલમાં વોટ્સએપ પરથી વર્લીમટકાના આંકડા લખતો પકડી પાડ્યો હતો. આ મામલે પંચ બી પોલીસ સ્ટાફે ઝડપી લઇ રૂા.4000 ની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂા.11,080 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આંકડાની કપાત હબીબ ઉમર બ્લોચ પાસે કરાવતો હોવાનું ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગર તાલુકાના હાપામાંથી દરોડો કરી પોલીસે જાહેરમાં તીનપત્તિના જૂગાર રમવા સબબ હસમુખ મેપા કનેજા, કેતન ધીરુ પરમાર, શરદ દલપત પારેજીયા, વિશાલ બુચ પારેજીયા, બાબુ નાથા લીલાપરા તેમજ દિપક સુરેશ પારેજીયાની ધરપકડ કરી હતી. 6 આરોપી પાસેથી રૂપિયા 6,370 કબ્જે કરી પોલીસે કાર્યવાહી કરી હતી.

Gujarati news on Whatsapp group link

Read More Jamagar News in Gujarati Here.

Must Read