Jamnagar News in Gujarati જામનગર : રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ પર કાર્યવાહીના કિસ્સાઓ નોંધાતા રહે છે. ત્યારે જામનગરમાં વધું એક ભ્રષ્ટાચારી અધિકારી લાંચ લેતા ઝડાપાયો છે. પંશકોશી એ ડિવીઝનના પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતો જે. કે. રાઠોડ નામનો લાંચીયો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. આરોપ છે કે પી.એસ.આઈ. રાઠોડે (PSI J K Rathod)દારૂનો કેસ નહીં નોંધવા માટે રૂશ્વતની માંગણી કરી હતી. ઘટનાની ફરિયાદ એસીબી પાસે પહોંચતા પીએસઆઈ પર કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાને પગલે જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી પીએસઆઈ જે. કે. રાઠોડે થોડા દિવસ પહેલા ફરિયાદી અને તેમના મિત્રને કાર લઈ જતા હતા દરમિયાન કાર રોકાવી હતી. પીએસઆઈ રાઠોડે કાર રોકાવી બંને દારૂ પીધેલા છો તેમ કહી તેમના વિરૂધ્ધ કેસ કરવાનું જણાવી કાર કબ્જે લેવાનું જણાવ્યું હતું. બાદમાં પીએસઆઈએ દારૂ પીવાનો કેસ નહીં થવા દેવા બદલ રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે પીએસઆઈએ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. બાદમાં બને મિત્રોને મોબાઈલ નંબલ મેળવી જવા દીધા હતા.
જામનગરમાં દારૂનો કેસ નહીં કરવા લાંચ માંગતો ભ્રષ્ટ PSI ઝડપાયો – Jamnagar News in Gujarati
બાદમાં સતત પાંચ દિવસથી પીએસઆઈ દ્વારા ફોન કરી સતત લાંચની રકમ આપવા માટે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ ફરિયાદી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અને લાંચની રકમ આપવા નહીં માગતા હોય એન્ટી કરપ્શન બ્યુરોનો [Anti Corruption Bureau Toll Free Number 1064] સંપર્ક કરવામાં આવ્યો હતો.
આરોપીએ એ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરી સઘળી હકિકત અંગે ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને એસીબી દ્વારા અધિકારી પોલીસ ઈન્સપેક્ટર એ.ડી પરમારે લાંચનું છટકું ગોઠવી કાર્યવાહી આદરી હતી. કથિત રીતે ભ્રષ્ટાચારના નાણાની માંગણી કરો પીએસઆઈ આરોપી જેકે રાઠોડ 50,000 રૂપિયાની માંગણી કરી રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
વેરાવળના કાજલી ગામ માંથી રૂપિયા 1,52,490ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે 9 જુગારીઓને ઝડપી પાડયા
ચલણી નોટ પર કલામ અને રવિન્દ્રનાથ ટાગોરના ફોટાને લઈ થઈ સ્પષ્ટતા: Viral Fact Check