Homeગુજરાતજામનગરજામનગરના રાજમાર્ગો પર રખડતા ઢોરનો જમાવડો યથાવત

જામનગરના રાજમાર્ગો પર રખડતા ઢોરનો જમાવડો યથાવત

-

જામનગર : જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નગરજનો માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. જામનગર મહાનગરપાલિકા JMC તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણના લેવાતા પગલા પુરતા નથી તેવુું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ નગરપાલિકાના કમિશનર અને પોલીસ અધિક્ષકે પણ આ મામલે જાત ચકાસણી કરી હતી. પરંતુ હજૂ સ્થિતીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.

જામનગર સહિત રાજ્યભરમાં રખડતા ઢોર મોટી સમસ્યા છે પરંતુ જામનગરના કેટલાક વિસ્તારમાં તો સ્થિતી વધારે કફોળી છે. આવા વિસ્તારમાં માર્ગો પર વાહન કરતા વધારે ચહલપહલ પશુની હોય તેવું પણ કેટલીક વાર જોવા મળે છે. ત્યારે હવે મહાનગરપાલિકા આ સમસ્યાનું કાયમી નિરાકણ શોધી નગરજનોને મુક્તિ અપાવે તેવી માગ ઉઠી છે.

આ સમસ્યાના નિરાકરણ માટે નગરમાં કેટલાક લોકો માને છે કે શહેરી વિસ્તારથી દૂર આ ઢોરને ખરાબામાં વ્યવસ્થા કરી આપવી જોઈએ. વળી ઢોર રખડતા છોડતા પશુપાલકોને પણ આકરા દંડ અને શહેર બહાર વ્વસ્થા કરવા તાકિદ કરવામાં આવે તો જ નિવારણ થઈ શકે છે.

વધુ સમાચાર- આ આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઈલ પી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: રાજકોટ

Must Read