જામનગરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ : Jamnagar News Gujarati જામનગર : કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સેનામાં ટૂંકા ગાળાની ભરતી માટે જાહેર કરેલી અગ્નિપથ યોજનાનો વિરોધ દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગણા બાદ ગુજરાતમાં પણ આંદોલનની આગ પહોંચવા લાગી છે. આજરોજ રાજ્યના જામનગરમાં પણ અગ્નિપથ યોજનાનો વિરોધ કરતા યુવાનો જોવા મળ્યા હતા. અગ્નિપથના વિરોધમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા વિદ્યાર્થીઓ જોતા પોલીસને અગાઉ ગંધ જ નથી આવી તેમ જણાય છે. જોકે પોલસે તાત્કાલીક મોટો કાફલો રસ્તા પર ઉતારી બંદોબસ્ત ગોઠવી દીધો હતા. પોલીસે સમજાવટ કરી પરંતુ આંદોલનકારી યુવાનો નહીં માનતા કેટલાકની અટકાયત કરવામાં આવી હતી.
આજરોજ તારીખ 18 જૂનના રોજ જામનગર એસપી કચેરી (Jamnagar SP Office) ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રીત થવા લાગ્યા હતા. આ વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં એકત્રીત થઈ અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન જામનગર એસપી IPS પ્રેમસુખ ડેલુ Premsukh Delu સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો પહોંચી ગયો હતો.

પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સમજાવટ કરી મામલાની પતાવટ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાદમાં પોલીસને સફળતા મળતી નહીં જણાતા અટકાયતનો સહારો લીધો હતો. પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને અટકાયત કરી હતી. પોલીસે તાત્કાલીક વોટર કેનન પણ બોલાવી લીધા હતા. ત
પોલીસ અને વિદ્યાર્થી વચ્ચે ચકમક ઝરતા ઘર્ષણ બાદ લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા પારખી પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાએ રજૂઆત પહોંચાડવામાં આવશે તેવું આશ્વાસન આપી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ હાલ તો આ મામલે નરમ વલણ રાખી રજૂઆત કરી જતા રહ્યાં છે. પરંતુ આ યોજનાને લઈને બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા ઘણા રાજ્યો અને 40થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો અને હિંસક તોફાનોને પગલે તંત્ર સાબદું બન્યું છે.