Homeગુજરાતજામનગરજામનગરના જોગર્સ પાર્ક પાસે સિમેન્ટના બાંકડા દૂર લાકડાના બાંકડા મુકાયા

જામનગરના જોગર્સ પાર્ક પાસે સિમેન્ટના બાંકડા દૂર લાકડાના બાંકડા મુકાયા

-

જામનગર : ગતરોજ જામનગર શહેરના પોશ વિસ્તારના જોગર્સ પાર્ક બહાર રાખવામાં આવેલા સિમેન્ટના બાંકડા દૂર કરવામાં આવ્યા હતા. જૂના બાંકડા દૂર કરવામાં આવતા લોકમાં તર્ક-વિતર્ક સાથે ચર્ચાઓ જાગી હતી. પરંતુ આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી ડિઝાઈનના બાંકડા મુકવામાં આવતા તર્ક-વિતર્કનો અંત આવ્યો છે.

જૂના સિમેન્ટના બાંકડા દૂર કરી લાકડાના હેરિટેજ લૂક આપે તેવા બાંકડા ફીટ કરવામાં આવી રહ્યાં છે તેવું સુત્રો પાસેથી જાણવા મળે છે. સાથે જ માહિતી મળે છે જૂના સિમેન્ટના બાંકડાને અન્યત્ર જરૂર હશે ત્યાં રાખી દેવામાં આવશે. પરંતુ બાંકડાના ખર્ચની કે જરૂરીયાતની કોઈ માહિતી સત્તાવાર રીતે સામે આવી નથી.

નગરજનોમાં આ મામલે ચર્ચા ચાલી રહી છે કે, આ નવા લાકડાના બાંકડા કેટલા ટકાઉ અને કેટલા ખર્ચાળ તેના બાદ સમજી શકાય કે આ કામ ફાયદાનું કે નુકશાનીનું.

Read More: Gujarati news Update Jamnagar

Must Read