જામનગર : હોસ્પિટલમાં આગ લાગવાના અકસ્માત સર્જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ આવી નોબત આવે તે પહેલા જ જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલમાં નવી ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવાઈ છે. અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ પાછળ ખર્ચ કરી જી.જી. હોસ્પિટલ તંત્રએ અકસ્માત નિવારણ કરવા પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી જામનગરની જી.જી. હોસ્પિટલ (G G Hospital Jamnagar) આસપાસના જિલ્લાઓ માટે પણ વરદાન રૂપ સાબિત થતી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીં આવતા હોય સુરક્ષા મામલે ચૂક ગંભીર નિવડી શકે છે. માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આગના બનાવ બનતા અટકે અને અકસ્માત સર્જાય તો પણ તુરંત કાબુમાં આવી જાય તે માટે આધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ લાગાવી છે.
મહત્વની વાત છે કે, અગાઉ જી.જી. હોસ્પિટલ તંત્ર ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયરના કેટલાક એક્સપાયર ઓજારો મામલે ચર્ચામાં આવી ચૂકી છે. ત્યારે હવે નવી સિસ્ટમ લાગતા લોકમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
વધુ વાંચો- જામનગરના જોગર્સ પાર્ક પાસે સિમેન્ટના બાંકડા દૂર લાકડાના બાંકડા મુકાયા
Click here : Jamnagar News Gujarati Today