જામનગર : રાજ્યમાં આમ આદમી પાર્ટી AAP દ્વારા મફત વીજળીના વચનો આપવામાં આવે છે ત્યાર ભાજપ સરકારના નેતાઓ તેન રેવડી કલ્ચર કહે છે. ત્યારે જામનગરના દરેડ (Dared) લોકોને બીલ ભરતા હોવા છતાં વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ છે. દરેડના ગોડાઉન ઝોનમાં અવાર-નવાર વીજળીનો પુરવઠો ખોરવાય જતો હોય આજરોજ કારખાનેદારોએ PGVCLના કાર્યપાલક ઈજનેર તેમજ સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
બ્રાસ પાર્ટ સહિતના ઉદ્યોગોનું હબ જામનગર (Jamnagar) છે પરંતુ એ જ જામનગરના વિસ્તાર દરેડમાં કારખાનેદારોને વીજ પુરવઠો અવાર-નવાર ખોરવાતો હોવાની ફરિયાદો છે. સતત ખોરવાતી વીજળીને કારણે ગોડાઉન ઝોનના શ્રી નાથજી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ ખોડલ એસ્ટેટના નાના-મોટા ઉદ્યોગને ફટકો પડે છે. આખરે તેનું પરિણામ માલિકોને આર્થિક નુકશાની રૂપે વેઠવાનો વખત આવે છે. જેના કારણે કારખાનાના માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કારખાનેદારોએ આ સમસ્યાના નિરાકણ માટે PGVCLના કાર્યપાલક ઈજનેર તેમજ ભાજપ સરકારના મંત્રી રાઘવજી પટેલને પણ આવેદન પાઠવી રજૂઆત કરી છે કે, છ મહિના જેટલા સમયથી સતત વીજ પુરવઠો ખોરવાય જવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેના કારણે પ્રોડક્શનને સીધી અસર પહોંચે અને વિદેશ સહિતના માલની સપ્લાય ખોરવાય જાય છે. માટે ચેલા 66 કેવી સબસ્ટેશનમાંથી એક અલાયદી એક્સપ્રેસ લાઈન ફાળવવામાં આવે અથવા ફિડર ચેન્જ કરી દેવામાં આવે. જો આવું કરવામાં આવે તો નિયમીત પાવર સપ્લાય મળી શકે તેવો ઉકેલ જણાય છે.
વધુ વાંચો- ડ્રગ કેસના આરોપીના ઘરનું લાઈટ બીલ જોઈ SP પ્રેમસુખ ડેલુએ એવું કર્યું કે આવી લાખોની પેન્લટી: જામનગર