Homeગુજરાતજામનગરજામનગરમાં અગાઉ થયેલી ફરિયાદની અદાવતમાં વૃધ્ધ પર હુમલો

જામનગરમાં અગાઉ થયેલી ફરિયાદની અદાવતમાં વૃધ્ધ પર હુમલો

-

Jamnagar news : જામનગરના રણજીતસાગર રોડ પર રહેતા યુવાનના પિતા પર ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરીને મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવાને અગાઉ એક શખ્સ સામે કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે તેના પિતા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, જામનગર શહેરના રણજીતસાગર રોડ (Ranjitsagar Road) પર આવેલા વસંતવાટિકામાં રહેલા રાજેન્દ્રભાઈ બરછા નામના વૃધ્ધના પૂત્રએ થોડા સમય અગાઉ કોઇ બાબતને લઇ મિલન શશીકાંત હંજડા નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો- ડ્રાયવરે આવું કર્યું તો યુવતીએ ઝિંક્યા ફડાકા; રાજકોટની સિટી બસ ફરી વિવાદમાં

આ ફરિયાદ નોંધાવાનો ખાર રાખીને ગુરૂવારે રાત્રીના સમયે મિલન હંજડા અને ત્રણ અજાણ્યા શખ્સો સહિત ચાર શખ્સોએ વસંત વાટીકામાં આવીને ફરિયાદ કરનાર યુવકના પિતા રાજેન્દ્ર હેમરાજભાઈ બરછા નામના વૃધ્ધ ઉપર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરીને મારી નાંખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, હુમલામાં ઘવાયેલા વૃધ્ધને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો- પાણીપુરીના શોખીનો ધ્યાન રાખજો ! જામનગર મનપાની મોટી કાર્યવાહી

Must Read