Homeગુજરાતજામનગરજામનગરના મોખાણા પાટીયા પર એક્ટિવામાં દારૂ લઈ જતો આરોપી પકડાયો

જામનગરના મોખાણા પાટીયા પર એક્ટિવામાં દારૂ લઈ જતો આરોપી પકડાયો

-

જામનગર ન્યુઝ : જામનગર (Jamnagar)ની પંચકોશી બી ડિવિઝન (Panchkoshi B Division Police) પોલીસ દ્વારા દારૂની બાતમી મળતા 10 બોટલ દારૂ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી રૂપિયા 5 હજારની કિંમતના દારૂ સાથે પકડી પ્રોહિબિશનની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મજુબ જામનગરના પંચ કોશી બી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોખાણા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી હેમત દેત્રોજા મોખાણા પાટીયા (Mokhana Patiya) પાસેથી એકટીવા વાહનમાં પસાર થઈ રહ્યો હતો.

વધુ વાંચો- રાશન માટે ગરીબોને તિરંગો ખરીદવા મજૂબર કર્યા ? ભાજપ સાંસદે વિડીયો…

પોલીસે એક્ટિવામાં જઈ રહેલા આરોપી હેમત દેત્રોજાને અટકાવી તપાસ કરતા દારૂની 10 બોટલ મળી આવી હતી. પોલીસે 5 હજારની કિંમતનો દારૂ અને એક્ટિવા મળી રૂપિયા 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો- જામનગર બાર એસોસિએશન રક્તદાન કેમ્પ યોજી કરશે સ્વતંત્રતા પર્વની ઉજવણી

Must Read