Monday, May 16, 2022

એવું શું થયુ કે ખેડૂતો ડુંગળીથી ક્રિકેટ મેચ રમી વિરોધ કરવા મજબૂર બન્યા ?

Jamkandorna News Farmers Paly Cricket With Onion Gujarat : દેશમાં ખેડૂતો ક્યારેય કુદરતનો માર તો ક્યારેક ઓછા ભાવ ની લતાડ સહન કરવા મજબુર હોય છે. તેમાં હવે બિયારણમાં (Onion Seed) પણ છેતરપિંડી થવા લાગતા ખેડૂતો ચારેબાજુ થી માર સહન કરતા થયા હોય તેવો ઘાટ રચાયો છે. આવી જ સ્થિતી જામકંડોરણા પંથકના ખેડૂતોની જોવા મળી રહી છે. જેના પગલે ખેડૂતોએ નવતર રીતે વિરોધ (Farmers Protest) નોંધાવી પોતાની આપવીતી વર્ણવી હતી.

કુવા કાંઠે ખેડૂત તરસ્યા ? નર્મદાના નીર મેળવવા સુરેન્દ્રનગરમાં લડતના એંધાણ

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકના હજારો ખેડૂતો ડુંગળીના પાકના નકલી બિયારણથી છેતરાયાના આક્ષેપ કરી રહ્યા છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. જેના કારણે ખેડૂતો એ પોતાની આપવીતી સરકાર સુધી પહોંચાડવા નવતર રીતે વિરોધ નોંધવતા જોવા મળ્યા હતા.

Jamkandorana Farmers News : ખેડૂતો ડુંગળીથી ક્રિકેટ રમી વિરોધ કરવા મજબૂર બન્યા

Gujarati news on Whatsapp group link

જામકંડોરણાના ખેડૂતો એ ડુંગળીના પાકનું મોટા પાયે વાવેતર કર્યુ હતુ. જેમાં ડુંગળીના નકલી બિયારણ આવી જતા ખેડૂતોને હવે છેતરાયાનો ખ્યાલ પડ્યો છે. ખેડૂતોને નકલી બિયારણ ધાબડી દેતા ડુંગળીનો જરા પણ વિકાસ થયો નહીં હોવાનું જણાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓને મોટા પાયે નુકશાન સહન કરાવનો વારો આવ્યો છે.

વીડિયો: હિજાબ ઉતારો કર્ણાટકમાં શાળામાં પ્રવેશ પહેલા હિજાબ ઉતારાવાયા

નકલી બિયારણના કારણે ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. આ મામલે તેઓ એ કંપનીનો સંપર્ક કરતા કંપની અને વિક્રેતા ગલ્લા તલ્લા કરતા હતા તેવું તેમણે જણાવ્યું હતુ. જેના કારણે ખેડૂતો એ એકત્રીત થઈ ડુંગળીને ક્રિકેટના દડા ની જેમ ઉપયોગ કરી ક્રિકેટ મેચ રમ્યો હતો. જે મેચમાં ખેડૂતો વિજયી બન્યા તેમને ડુંગળીના બિયારણના બોક્ષ ગિફ્ટ તરીકે આપવામાં આવ્યા હતા.

રોષે ભરાયેલા ખેડૂતો એ સુત્રોચાર કરી કંપની વિરૂધ્ધ નારા પોકાર્યા હતા. ખેડૂતો જણાવે છે ક ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવેતો કંપની દ્વારા છેતરપીંડીનું મોટું કારસ્તાન બહાર આવે તેમ છે.

- Advertisment -

Must Read

rahul gandhi congress nav sankalp chintan shivir udaipur rajasthan gujarati news

કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ આવું ચિંતન, પરસેવો પાડવો પડશે તેવું...

National Politics News ઉદયપુર : પંજાબ, ઉત્તર પ્રદેશમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસ માટે મોટો પડકાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક...