Jamjodhpur news : જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામે (Vansjaliya Village) બંધ મકાનમાંથી તસ્કરોએ હાથ સાફ કરવાની ઘટના સામે આવી છે. માતા-પુત્ર સહિતના ત્રણ સભ્યોનો પરિવાર હરિદ્વાર યાત્રા કરવા ગયો હતો તે દરમિયાન ઘટના બની હતી. પરિવારની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત 69 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. દાગીના તો ઠીક પણ અન્ય વસ્તુઓની ચોરી આશ્ચર્ય પમાડે તેવી છે.
મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકા મથકથી 4 કિલોમીટર દૂર આવેલા વાસળીયા ગામમાં રહેતા ભીખાભાઈ ગાંગાભાઈ ઓડેદરા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તેમના બે દીકરા બહારગામમ રહે છે. જ્યારે તેઓ અહીં પોતે તેની માતા અને પત્ની સાથે રહે છે.
વધુ વાંચો- રાજકોટમાં આંગણવાડીના બહેનોનો હુંકાર ! સરકારે મુદ્દત માગતા હડતાળ સમેટી પણ આ કામ તો નહીં જ થાય
ગત તારીખ 3 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન એક સપ્તાહ સુધી તેઓ પરિવાર સહિત હરિદ્વાર યાત્રાએ ગયા હતા. તે દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બંધ મકાનની બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશીને ચોરોએ કબાટમાંથી એક તોલાની સોનાની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીની ઝાંઝરીની એક જોડ, ત્રણ ઘડિયાળો અને ત્રણ સાદા મોબાઇલની ચોરી કરી હતી.
વધુ વાંચો- તમે ભારતના સંતાન હોય તો ગોડસે મુર્દાબાદ લખીને મોકલો વિશ્વ હિંદૂ પરિષદને કુનાલ કામરાનો ખુલ્લો પત્ર
આ ઉપરાંત ચાર જોડી કપડા, પાંચ ચશ્મા, એક કુહાડી અને ગીતાજીની બુક પણ ચોરી ગયા હતા. સોના-ચાંદીના દાગીના તો ઠીક પણ જુના કપડા, ચશ્મા અને ગીતાજીની બુક સહિતની વસ્તુઓ ચોરી જતા આશ્ચર્ય સર્જાયું છે. જુના કપડા અને ગીતાજીની બુક ચોરી કરનાર તસ્કરો અત્યંત ગરીબ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિના હોવા સાથે કુહાડી ચોરી જતા જનુની હોવાનો તાગ મળે છે.
ઉલ્લેખનીય છે કે, ત્રણેય સભ્યો ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ પોતાના મકાનને તાળા મારી હરિદ્વાર યાત્રાએ ગયા હતા. દરમિયાન તારીખ 11 સપ્ટેમ્બરના રોજ તેના પાડોશી હિરેનભાઈ ત્રિવેદીએ ફોન કરીને તેઓને મકાનના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરી હતી. જેને લઈને તેઓ પરિવાર સાથે પરત આવ્યા હતા. જામજોધપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી આદિવાસી શ્રમિકો સામે શંકાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.