Homeગુજરાતપોલીસને જોઈ પાંચ શખ્સ નાસી ગયા, શોધખોળ હાથ ધરતી પંચકોશી એ ડિવિઝન...

પોલીસને જોઈ પાંચ શખ્સ નાસી ગયા, શોધખોળ હાથ ધરતી પંચકોશી એ ડિવિઝન પોલીસ

-

Jamnagar News update: જામનગર નજીકના સપડા ગામની(Sapada village near Jamnagar) સીમમાં પોલીસે દરોડો(Police raided) પાડી વીજરખી વાળા ચંદુભાઈની વાડીમાં આમલીના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી(Gambling case) રહેલા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.

ઘોડી પાસા(Ghodi Pasa) ફેંકી જુગાર રમતા હતા આ શખ્સો પોલીસને જોઈ નાસી ગયા હતા, મળતા અહેવાલ મુજબ પાંચ શખ્સો નાસી ગયા હતા. હાલ પોલીસે શખ્સોને ફરાર જાહેર કરી પકડાયેલા શખ્સો પાસેથી 11000 ઉપરાંતની રોકડ કબજે કરી છે.

જામનગર નજીકના કાલાવડ રોડ પર આવેલા સપડા ગામની સીમમાં વિજરખી વાળા ચંદુભાઈ ની વાડીએ આમલીના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી.

વધુ વાંચો : જામનગરમાં દારૂનો કેસ નહીં કરવા લાંચ માંગતો ભ્રષ્ટ PSI ઝડપાયો

વધુ વાંચો : કાલાવડના ખેડૂત પુત્રની કમાલ, ઈ-ટ્રેક્ટરનો કર્યો આવિષ્કાર, એકદમ સસ્તો છે ઉપયોગ

વધુ વાંચો : ગુજસીટોકના આરોપી જયેશના મળતીયા યશપાલ, જશપાલ બંધુની મિલ્કત સીલ કરવામાં આવી

જેના આધારે પંચકોષી એ ડિવિઝન પોલીસે(Panchkoshi A Division Police Station) ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન આમલીના ઝાડ નીચે થોડી ઘોડી પાસાનો જુગાર રમાય રહ્યો હતો જેમાં રમી રહેલા:

  1. હિતેશભાઈ ઉર્ફે સરની રમેશભાઈ રાઠોડ,
  2. ભીખુભાઈ ઉર્ફે પશુ અમૃતલાલ લીંબડ અને
  3. સમીર ઉર્ફે લચ્છી હસનભાઈ ઠાસરીયા નામના ત્રણ શખ્સો આબાદ પકડાયા હતા.

જ્યારે પોલીસને જોઈ વસીમ મલિક ઉર્ફે દારૂ પીંજારા ચાવી દુર્ફે દાણી, જયરાજસિંહ મહોબતસિંહ પિંગળ અને જયસુર્વે જયલો સવાસરિયા નામના પાંચ શખ્સો નાસી ગયા હતા. પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સોના કબજા માંથી રૂપિયા 11630 ની રોકડ કબજે કરી હતી. પોલીસે પકડાયેલા અને નાસી ગયેલા સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Must Read