Homeગુજરાતબનેવી એ જાહેરમાં છરી મારી સાળીની હત્યા કરતા જામનગરમાં અરેરાટી

બનેવી એ જાહેરમાં છરી મારી સાળીની હત્યા કરતા જામનગરમાં અરેરાટી

-

આજના તાજા સમાચાર ગુજરાત, જામનગર Jamnagar News : રાજ્યમાં છાસવારે હત્યાના અને હત્યાના પ્રયાસના બનાવો બની રહ્યા છે. સુરતની યુવતી ગ્રીષ્માની જાહેરમાં હત્યાની ઘટના સમી નથી ત્યાં જામનગર શહેરમાં એક મહિલાની હત્યાની ઘટના નોંધાઈ છે. જેમાં મહિલાની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાના અહેવાલ Crime news in Gujarati છે. જાહેરમાં હિચકારો હુમલો કરી હત્યાનો બનાવ બનતા જામનગર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

જામનગર Jamnagar – બનેવી એ જાહેરમાં છરી મારી સાળીની કરી હત્યા

જૂઓ વીડિયો – ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ: ગીર

વધુ વાંચો –ઓછા ખર્ચે વધુ નફો: સુત્રાપાડામાં પ્રથમવખત તમાકુનું વાવેતર

મળતા અહેવાલ મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીમાં આ હત્યાની ઘટના નોંધાઈ છે. જેમાં કરીમાબહેન સિપાહી નામની મહિલા કચરો ફેંકવા જતા હતા ત્યારે તેમના પર છરી વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ હુમલો કરનાર શખ્સ મહિલાનો બનેવી હતો. મહિલાને ગંભીર ઈજ્જા પહોંચતા લોહ લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મહિલાએ દમ તોડી દિધો હતો.

ઘટનાની જાણ થતા જામનગર શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જલુ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. આ મામલે પોલીસે ઉંડી તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે. મળતી વિગતો મુજબ મૃતક મહિલા કરીમાબહેનનો બનેવી ફરોઝ ઉર્ફ મુન્ના એ કે જે અમદાવાદનો રહેવાસી છે. જેની પત્નિ મૃતકની બહેન રિસામણે હોવાથી સાળી ઘરસંસાસમાં દખલ દેતી હોવાની શંકાથી હત્યા કરી હતી. હત્યારા એ મૃતક મહિલાને છરીના આડેધડ ઘા મારી મોતના ઘાટ ઉતારી દિધી હતી. આ મામલે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કર્યા છે.

Must Read