Homeગુજરાતજાહેરનામું : ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી ચોપાનીયા કે ભીંતપત્રો છાપવા કે પ્રસિધ્ધ...

જાહેરનામું : ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી ચોપાનીયા કે ભીંતપત્રો છાપવા કે પ્રસિધ્ધ કરવા નિયંત્રણ અંગે

-

રાજકોટ – રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર તરફથી તા.22-11-2021 ના રોજ રાજયમાં ગ્રામ પંચાયતની(Gram Panchayat) સામાન્ય વિભાજન મધ્યસત્ર/પેટા ચુંટણી યોજવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે. ચુંટણી પંચે આપેલ ચુંટણી કાર્યક્રમ મુજબ ચુંટણી માટેનું જાહેરનામુ(Jahernamu) પ્રસિધ્ધ કરવાની તા.29-11-2021 તથા મતદાન યોજવા માટેની તા.19-12-2021 અને મતગણતરી તા.21-12-2021 ઠરાવવામાં આવેલ છે.

ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો, રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી

અથવા વિરોઘી ઉમેદવારના ચારીત્ર ખંડન જેવી કોઈ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઈ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન ઉપર નિયંત્રણ મુકવા જરૂરી જણાય છે.

જેથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974નો 2–જો અધિનિયમ)ની કલમ-144 થી મળેલ સત્તાની રુએ કોઈપણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્દક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકાશે નહીં.

(₂) કોઈપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી. સિવાય કે,(એ) તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્દકને આપી હોય અને (બી) લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય. આ જોગવાઈ પુરતું

(ક) હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે. (૩) છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક અને પ્રકાશક પંક્તિમાં ના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે. (૪) પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ – ક અને જોડાણ – ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે.

આ જાહેરનામુ સી.આર.પી.સી. કલમ-144 ની જોગવાઈ મુજબ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તા.24-12-2021 સુધી અમલમાં રહેશે.

Must Read