HomeમનોરંજનViral Video - લીલું પાંદડું છે કે કોઈ જીવડું ? જુઓ વીડિયો

Viral Video – લીલું પાંદડું છે કે કોઈ જીવડું ? જુઓ વીડિયો

-

લીલું પાંદડું છે કે કોઈ જીવડું ? જુઓ આ પાંદડા જેવું દેખાતા આ જીવડાનો વિડીયો

સંભાળીને કારણકે તમે હવે જે જોવા જઈ રહ્યા છો એ જોઈ તમારું મન ચકરાવે ચઢી જશે. મોટા પાંદડાવાળા જીવડાનો વિડીયો, જેને ફિલીયમ ગીગાન્ટેયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ જીવડો એકદમ લીલા પાંદડા જેવો દેખાય છે, જે જોયા પછી તમને ઓળખવામાં મુશ્કેલી થશે કે તે ખરેખર કોઈ જીવડો છે કે કોઈ પાંદડું. સાયન્સ બાય ગફ દ્વારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલ વિડિયોને એક મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

ક્લિપ મૂળરૂપે આસો વર્લ્ડ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘વિશ્વની સૌથી મોટું પાંદડાવાળું જંતુ. ફિલીયમ ગીગાન્ટેયમ ખૂબ પહોળું અને લાંબુ છે. તેના શરીરનો આકાર બરાબર પાંદડા જેવો છે. જીવડાની ચામડી પણ લીલી છે, કિનારી પર ભૂરી ફોલ્લીઓ છે. જીવડાની આગળની બાજુએ બે ભૂરા ફોલ્લીઓ પણ રચાય છે, એવું લાગે છે કે તે જગ્યાએ પાન સુકાઈ ગયું છે. તેની લંબાઈ લગભગ 10 સેન્ટિમીટર છે.

Must Read