Homeરાષ્ટ્રીયરામાયણ એક્સપ્રેસના વેઈટરોનો આવો ડ્રેસ જોઈ સંતો આક્રમક, આપી ચીમકી...

રામાયણ એક્સપ્રેસના વેઈટરોનો આવો ડ્રેસ જોઈ સંતો આક્રમક, આપી ચીમકી…

-

ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં ક્રુ મેમ્બર્સને ભગવા રંગના ગણવેશ પહેરવા બાબતે વિવાદ શરૂ થયો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કેટલાક સાધુઓ એ આ બાબતને હિંદૂ ધર્મનું અપમાન ગણાવી છે. irctc changed ramayan expres waiters dress code

irctc changed ramayan expres waiters dress code
irctc changed ramayan expres waiters dress code | image credit : iamgujarat.com

તેમને આ બાબતને લઈ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ગણવેશ બદલવામાં નહીં આવે તો 12 ડિસેમ્બરે દિલ્હીમાં આ ટ્રેનને અટકાવી દેશે. ઉજ્જૈનના અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અધેશપુરીને ટાંકી પીટીઆઈ એ જણાવ્યું છે કે, “અમે બે દિવસ પહેલા કેન્દ્રિય રેલવે મંત્રીને રામાયણ એક્સપ્રેસમાં ભગવા રંગના ગણવેશમાં ખાવા-પીવાનું પીરસવા બાબતે વિરોધ નોંધાવતો પત્ર લખ્યો છે. ભગવા રંગના વસ્ત્રોમાં સાધુ જેવી પાઘડી અને ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી આ કામ કરવું હિંદૂ ધર્મ અને સંત સમાજનું અપમાન છે.

irctc changed ramayan expres waiters dress code
rctc changed ramayan expres waiters dress code | image credit : vtvgujarati.com

તેમને એ પણ કહ્યું કે જો વેઈટરોનો આ ડ્રેસ કોડ નહીં બદલવામાં આવે તો સંત સમાજના લોકો દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકશે. તેમને કહ્યું કે, અમે રેલવે ટ્રેક પર બેસી જઈશુ. આ હિંદૂ ધર્મની રક્ષા માટે જરૂરી છે. અમે ઉજ્જૈનમાં આ મુદ્દા પર સખત સ્ટેન્ડ લીધુ છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં હિંદૂઓના આરાધ્ય દેવ ભગવાન શંકર મહાકાલેશ્વર મહાદેવનું મંદિર છે. દરેક 12 વર્ષે અહિં સિંહસ્થ કુંભ મેળાનું આયોજન પણ થાય છે. દેશની પહેલી રામાયણ સર્કિટ ટ્રેન 17 દિવસની યાત્રા પર સફદરગંજ રેલવે સ્ટેશનથી 7 નવેમ્બરના રોજ રવાના થઈ હતી.

irctc changed ramayan expres waiters dress code
irctc changed ramayan expres waiters dress code | image credit :

આ ટ્રેન હિંદૂઓના આરાધ્ય ભગવાન રામ સાથે જોડાયેલા વિવિધ 15 સ્થળો પર યાત્રા કરે છે. 7500 કિલોમીટર જેટલા લાંબા સફરમાં આ ટ્રેન અયોધ્યા, પ્રયાગ, નંદિગ્રામ, જનકપુર, ચિત્રકૂટ, સીતામઢી, નાસિક, હંપી અને રામેશ્વરમ્ જેવા ધાર્મિક સ્થળો પર પહોંચે છે.

વધારે વાંચો – મરીન પોલીસ ચોકી પાછળ જ છુપાવ્યો હતો કરોડોનો ડ્રગ્સ : મોરબી ડ્રગ કાંડ બાદ નવો ખુલાસો

Must Read