Homeગુજરાતઈશરત કેસની તપાસ કરનાર આ IPS અધિકારીને બરતરફ કર્યાનો આદેશ

ઈશરત કેસની તપાસ કરનાર આ IPS અધિકારીને બરતરફ કર્યાનો આદેશ

-

Latest Gujarati News : ગુજરાતના વિવાદીત અને ચકચારી ઈશરત જહાં એન્કાઉન્ટર (Ishrat Jahan Encounter Case) કેસની તપાસ કરનાર અધિકારી ગુજરાત કેડરના IPS સતિષ વર્માની (IPS Satish Varma) બરતરફીનો આદેશ ભારત સરકારે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સતિષ વર્મા 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થઈ રહ્યાં હતા. પરંતુ તેમની નિવૃતીના થોડા દિવસો પહેલા જ તેમને સરકારે બરતરફ (Dismissed) કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર IPS સતિષ વર્માને ભારત સરકારે બરતરફ કર્યા છે. નિવૃતીના થોડા દિવસ પહેલા જ અધિકારીને બરતરફ કરતા અધિકારીઓમાં સોંપો પડી ગયો છે. મહત્વની વાત છે કે સતિષ વર્માની બરતરફીના આદેશના અમલ પર દિલ્હી હાઈકોર્ટ દ્વારા 19 સપ્ટેમ્બર સુધી રોક લગાવી છે.

જૂઓસરકારને આ યુવાન વિદ્યાસહાયકની ભરતી મામલે શું કહે છે

ગુજરાતમાં વર્ષ 2004માં અમદાવાના કોતરપુરમાં વોટરવર્ક પાસે ઈશરત જહાં, જાવેદ અને જીશાન તેમજ પ્રણેશનું પોલીસે આતંકીઓ હોવાના દાવા સાથે એન્કાઉન્ટર કર્યું હતું. પરંતુ ઈશરતની માતા સમીમા કૌસરે હાઈકોર્ટ સમક્ષ ઘા નાખી ચારેયનું બનાવટી એન્કાઉન્ટર કર્યાનો આક્ષેપ કર્યો હતો. એવામાં આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી CBIને તપાસ માટે હુકમ કર્યો હતો.

SIT અને CBIની ટીમ જે તપાસ કરી રહી હતી તેમાં IPS અધિકારી સતિષ વર્મા સભ્ય પદ પર હતા. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળના અહેવાલ મુજબ જે તે સમયે તપાસ સામે ભાજપની સરકારને વાંધા હતા. ત્યારે સરકારે આરોપ કર્યો હતો કે, સતિષ વર્મા કેસના મેરિટ મુજબ તપાસ કરવાના બદલે ગુપ્ત એજન્ડા મુજબ ચોક્કસ લોકોને નિશાન બનાવી રહ્યાં છે.

વિડીયો- રાજકોટમાં પત્રકારો સુધી પહોંચતી ક્રાઈમની માહિતી અટકી કેમ રહી છે ?

વર્ષ 2014માં આ અધિકારી સતિષ વર્માને પ્રધાનમંત્રી મોદીની સરકાર બન્યા બાદ ગુજરાતથી ખસેડી શિલોંગ ખાતે મુકી દેવાયા હતા. બાદમાં ખાતાકીય તપાસ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ મામલે તેમને નોટિસ પણ પાઠવ્યાના અહેવાલો સામે આવ્યા હાત. બાદમાં આ તપાસને સતિષ વર્માએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે આ મામલે નિર્દેશ આપ્યો હતો કે, મામલો જ્યાં સુધી ન્યાયાધિન છે ત્યારે વર્મા સામે કોઈ આખરી પગલા ભરવા નહીં. ત્યારે સરકારે સતિષ વર્માને નિવૃતી પહેલા જ સેવા નિવૃત કરી દેવાનો આદેશ કર્યો છે. આ મામલે ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટના ધ્યાને મુક્યું કે, તેમની સામે ખાતાકીય તપાસ પુર્ણ થતા કસુરવાર સાબિત થતા બરતરફનો આદેશ કર્યો છે.

નોંધનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે સતિષ વર્માને હાલ વચગાળાની રાહત આપી છે જેમાં જણાવ્યું છે કે, તારીખ 19 સપ્ટેમ્બર સુધી બરતરફ કરવાના આદેશનો અમલ કરવો નહીં. હાલ માહિતી મળી રહી છે કે, બરતરફીના આદેશને સતિષ વર્માએ સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...