Monday, May 16, 2022

પૂર્વ મંત્રીને કાર સાથે તળાવમાં ફેંક્યા ! શ્રીલંકામાં ગૃહયુધ્ધ જેવી હાલત, ભારત સરકારે શરૂ કરી હેલ્પલાઈન

International News in Gujarati : શ્રીલંકામાં આર્થિક કટોકટીના પગલે છેલ્લા કેટલાક દિવસોથી દેખાવો હિંસક બન્યા બાદ મહિન્દા રાજપક્ષેએ ગઈકાલે સોમવારના રોજ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના રાજીનામા બાદ ગઈકાલે રાત્રે દેખાવકારોએ મહિન્દા રાજપક્ષેના ઘરને આગ ચાંપી દિધી હતી. બીજી તરફ આજરોજ પૂર્વ મંત્રીની કાર આંતરીને વિરોધીઓએ તેમની કાર સાથે પાણીના નળામાં ફેંગોળી દિધાની ઘટનાનો કથિત વિડીયો Video સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ત્યારે આજરોજ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓ નોંધાઈ છે. જેમાં ગુસ્સે થયેલા વિરોધીઓ દ્વારા થયેલી હિંસામાં 8 લોકોના મોત અને 200 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. શ્રીલંકા Sri Lanka મીડિયાના અહેવાલ પ્રમાણે હાલ 217 લોકો કોલંબો નેશનલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હિંસક ઘટનાઓને પગલે પૂર્વ પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ પરિવાર સાથે પૂર્વમાં આવેલા ત્રિનકોમાલી નેવલ બેઝમાં શરણ લીધી છે. તેમને સુરક્ષિત બેઝ સુધી પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. રાજપક્ષે બેઝમાં શરણ લીધાની માહિતી મળતા પ્રદર્શનકારીઓ બેઝ બહાર પહોંચવા લાગ્યા હતા.

ગૃહયુધ્ધ જેવા માહોલ વચ્ચે રાજપક્ષેના સમર્થકો દ્વારા કોલંબો શહેર છોડવાના પ્રયાસ કરાયો હતો. કોલંબો છોડવા નિકળેલા રાજપક્ષે સમર્થકોને વિવિધ સ્થળો પર રસ્તા પર રોકી લઈ તેમને પણ હિંસાનો શિકાર બનાવ્યાના અહેવાલ છે. દરમિયાન શ્રીલંકાની રાજધાની કોલંબોમાં પૂર્વ મંત્રી જોનસન ફર્નાન્ડોની કાર દેખાવકારોએ અટકાવી કાર સાથે તેમને પાણીભરેલા તળાવમાં ફેંકી દિધા હતા.

News in Gujarati પૂર્વ મંત્રીને કાર સાથે તળાવમાં ફેંક્યા ! શ્રીલંકામાં ગૃહયુધ્ધ જેવી હાલત

અત્યારસુધીમાં 12થી વધુ મંત્રીઓનાં ઘર સળગાવી દેવામાં આવ્યાં છે. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર +94-773727832 અને ઇમેઇલ ID [email protected] જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisment -

Must Read

viral video ncp woker slap bjp leader vinayak ambekar in maharashtra

લાફો ઝીંક્યો: NCP કાર્યકરે ભાજપ નેતાની ઓફિસમાં જઈ ચોડી દિધો ફડાકો,...

Viral Video Gujarati News : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યકરોએ રવિવારે પાર્ટીના વડા શરદ પવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા ...