International Gujarati News કોલમ્બો : શ્રીલંકા ભયંકર આર્થીક કટોકટો Sri Lanka Crisis સામે લડી રહ્યું છે. આર્થીક કટોકટીને કારણે રાજકીય કટોકટી અને ગૃહ યુધ્ધ જેવો માહોલ સર્જાતા પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપી દેવું પડ્યુ હતું. બાદમાં ભયંકર હિંસાની ઘટનાઓ વચ્ચે રાનિલ વિક્રમસિંઘેને નવા પ્રધાનમંત્રી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સ્થિતીમાં ખાસ સુધારો જોવા મળતો નથી. કારણ કે, શ્રીલંકાના દરિયા કિનારે હજૂ પણ દિવસોથી પટ્રોલનું જહાજ પૈસાની ચૂકવણીની રાહે ઊભું છે.
શ્રીલંકામાં આર્થિક સંકડામણના પગલે પેટ્રોલની અછત છે, સ્પષ્ટ કહીએ તો પટ્રોલ ખલાસ થયા જેવું જ છે. ત્યારે શ્રીલંકાના દરિયા કિનારે કેટલાય દિવસોથી પેટ્રોલનું જહાજ ખાલી થવા માટે ઊભું છે. પરંતુ આ જહાજને પૈસાની ચુકવણી કરવા માટે પૈસા શ્રીલંકાની સરકાર પાસે નથી. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર તળીય ઝાટક થઈ ગયો છે ને પેટ્રોલની ભયંકર અછત સર્જાઈ છે.
હાલત એટલી ખરાબ છે કે, શ્રીલંકા પાસે રહેલું પેટ્રોલ માત્ર ઈમરજન્સી સેવાઓ અને એમબ્યુલન્સ માટે જ ઉપયોગ કરવામાં આવે છે. ભારતે આ સમયે શ્રીલંકાની મદદ કરવા માટે ક્રેડિટલાઈન આપી છે પણ આ ક્રેડિટલાઈન પણ શ્રીલંકાને પુરી પડે તેમ નથી. આંકડાની વાત કરીએ તો, જૂન 2022 સુધીમાં શ્રીલંકાને પેટ્રોલની જરૂરિયાત પુરી કરવા માટે 70 કરોડ ડૉલરની ચૂકવણી કરવી પડે તેમ છે. જ્યારે શ્રીલંકા પાસે રહેલી રકમમાં 53 કરોડ ડૉલર ખુટી રહ્યાં છે. જેથી સમજી શકાય તેમ છે કે, ચૂકવણીની રકમમાં મોટાભાગની રકમ ખુટી રહી છે.
દિવસોથી કાંઠે ઉભેલા પેટ્રોલના જહાજને ચૂકવવા પૈસા પણ શ્રીલંકા પાસે નથી International News
વિશ્લેષકો આ સ્થિતી મહિન્દા રાજપક્ષેની નફરતની રાજનીતિ ને ચીન પર વધુ પડતા અવલંબનને કારણે થયાનું જણાવે છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા દ્વારા ચીન પાસેથી મોટા પ્રમાણમાં લોન ઉઠાવવામાં આવતી હતી અને તેની ચૂકવણી કરતા-કરતા શ્રીલંકાનું ધોવાણ થઈ ગયું છે. ઉપરાંત શ્રીલંકાનું હંબનટોટો સમુદ્રી બંદર પણ ચીને શ્રીલંકા પાસેથી આંચકી લીધું છે.