ઈન્દોર ન્યુઝ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માં બે પક્ષો વચ્ચેના વિવાદ બાદ વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કથિત બોમ્બ વિસ્ફોટની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 15 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
બોમ્બ વિસ્ફોટ (Blast)ની ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસ મામલાની તપાસ હાથ ધરી છે.
વિડીયો- જાણો દેશના તિરંગા રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ અને રોચક માહિતી
મળતી માહિતી મુજબ, આ ઘટના બડગોંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બેરછા ગામમાં ઘટી છે. જ્યાં અગાઉ બે પક્ષો વચ્ચે રકઝક તેમજ ઝઘડો થયાના પણ અહેવાલ છે. બંને પક્ષો ઝઘડાને પગલે સામે-સામે આવી ગયા હતા. ત્યારે કથિત રીતે યુવક બોમ્બ સાથે ઘટના સ્થળ પર ઘસી આવ્યો હતો.
વધુ વાંચો- સરપંચે મહિલાને અર્ધ નગ્ન હાલતમાં માર માર્યાનો વિડીયો વાયરલ: સીતામઢી
અહેવાલ પરથી એવી પણ વિગતો મળી રહી છે કે, આ ઘટના સમયે સ્વતંત્રતા પર્વની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં માણસો હાજર હતા દરમિયાન ભીડ વચ્ચે કથિત રીતે યુવકે બોમ્બ ફેકી વિસ્ફોટ કર્યો હતો.
મીડિયાના અહેવાલો પરથી માહિતી મળી છે કે, બોમ્બ વિસ્ફોટ ખુબ ભયંકર હતો, ઘટનાને કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ઘટનામાં કથિત રીતે બોમ્બ ફેંકનાર યુવાન પણ વિસ્ફોટની ઝપટે ચઢી ગયો હતો જેના કારણે તેનું પણ મોત નિપજ્યું છે.