HomeબિઝનેસIndian Travel Market 2027 સુધીમાં વધીને(Grow)125 અબજ ડોલર થવાની ધારણા

Indian Travel Market 2027 સુધીમાં વધીને(Grow)125 અબજ ડોલર થવાની ધારણા

-


ભારતનું ટ્રાવેલ માર્કેટ(Indian Travel Market) નાણાકીય વર્ષ 2027 સુધીમાં વધી(Grow)ને 125 અબજ(billion) ડોલર થવાની ધારણા છે, અને હાલમાં કોરોના અને અન્ય રોગચાળાઓ મુસાફરોને મુસાફરી કરવામાં બાધા બને છે. 3 લાખથી વધુ એજન્ટોના કારણે ભારતીય બજારનું કદ 65 અબજ ડોલરથી વધારે થવાની આશા છે. મંગળવારે આ અંગે નવો અહેવાલ આપવામાં આવ્યો હતો.

રોગચાળાને લગતી અનિશ્ચિતતાઓ વચ્ચે, ગ્રાહકો હવે એજન્ટો દ્વારા યાત્રાનું બુકિંગ કરવાનું પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી એંસી ટકા દેશના એજન્ટો દ્વારા બુક કરવામાં આવી છે.
બેંગલુરુ સ્થિત માર્કેટ રિસર્ચ ફર્મ રેડસીરના રેડકોર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, “ટોચના 750 એજન્ટો દર મહિને રૂ. 3-4 કરોડનું ટર્નઓવર કરી રહ્યા છે, એજન્ટો ટ્રાવેલ માર્કેટમાં 12 ટકા હિસ્સો ધરાવે છે. આ એજન્ટો મુખ્યત્વે હવાઈ ​​મુસાફરી અને કોર્પોરેટ ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. “

તેમની સાથે 60,000 જેટલા એજન્ટો કામ કરે છે, જેમાં મધ્યમ કક્ષાના એજન્ટો દર મહિને 20 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે. તેઓ હોલીડે પેકેજો વેચવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ એજન્ટો એજન્ટ માર્કેટ શેરના 50 ટકાથી વધુ પર પ્રભુત્વ ધરાવે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, ટ્રાવેલ એજન્ટ માર્કેટ શેરનો બાકીનો 35 ટકા હિસ્સો 250,000 નાના એજન્ટોની લાંબી સાંકળ ધરાવે છે.

  • રેડકોરના ડિરેક્ટર અનુજ કુમારે જણાવ્યું હતું કે, “ભારતમાં મુસાફરી હજુ પણ એજન્ટો પર ભારે નિર્ભર છે. એજન્ટો માત્ર સગવડ અને વિશ્વાસ પૂરો પાડતા નથી, પણ સીધી બુકિંગ માટે સ્પર્ધાત્મક પણ છે. તેઓ ટ્રાવેલ માર્કેટ શેરના 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આવનારા વર્ષોમાં આ હિસ્સો જાળવી રાખશે તેવી આશા છે. “
  • ભારતનું કુલ ટ્રાવેલ માર્કેટ નાણાકીય વર્ષ 2015 માં 75 અબજ ડોલર હતું, અને નાણાકીય વર્ષ 27 સુધીમાં 125 અબજ ડોલરને પાર કરે તેવી ધારણા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે નાણાકીય વર્ષ 21 માં ટ્રાવેલ માર્કેટ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે નાણાકીય વર્ષ 22 માં સુધારો ચાલુ રહેવાની ધારણા છે અને માંગમાં વધારો થવાને કારણે આગામી વર્ષોમાં તેજી જોવા મળશે.

તારણોથી જાણવા મળ્યું છે કે, પેકેજ સેગમેન્ટમાં એક્ટીવ ખેલાડીઓની અછત છે, જે ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર પેકેજોને એક્યુરેટ કરી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ટ્રાવેલ માર્કેટમાં 300,000 ટ્રાવેલ એજન્ટોનું વર્ચસ્વ છે, જે 52 ટકા બુકિંગ ચેનલ દ્વારા સૌથી મોટો હિસ્સો છે અને કોવિડના સમયમાં એજન્ટોની ભૂમિકામાં નોંધપાત્ર વધારો થયો છે.

Must Read