Homeજાણવા જેવુંઆ મહિલાઓએ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવી ભારતનું માથું...

આ મહિલાઓએ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવી ભારતનું માથું ઊંચું કરયુ

-

ભારતનું માથું ઊંચું કરનાર મહિલાઓ, નાણામંત્રી સહિત આ બિઝનેસવુમને વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં મેળવ્યું સ્થાન – Indias Most Powerful Business Women in 2021

ભારતની ઘણી મહિલાઓએ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે અને ઘણું નામ કમાવ્યું છે. એટલે જ વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની 4 મહિલાઓએ સ્થાન બનાવ્યું છે. વિશ્વની લોકપ્રિય મેગેઝિન ફોર્બ્સે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ 2021ની યાદી જાહેર કરી છે.

જેમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમની સાથે Nykaa ના ફાઉન્ડર અને CEO ફાલ્ગુની નાયર અને HCL ટેક્નોલોજીસના ચેરપર્સન રોશની નાદરનું નામ પણ આ યાદીમાં સામેલ છે. Indias Most Powerful Business Women in 2021

Indias Most Powerful Business Women in 2021
Indias Most Powerful Business Women in 2021

નાણામંત્રી 37માં નંબરે છે

વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની આ યાદીમાં નાણામંત્રી 37માં નંબરે છે. તેમનું નામ સતત ત્રણ વર્ષથી આ યાદીમાં સ્થાન મેળવી રહ્યું છે. તે ગયા વર્ષે 41મા અને 2019માં 34મા ક્રમે હતા. આ સાથે તે ભારતના સૌથી શક્તિશાળી મહિલા બની ગયા છે. તેમના સિવાય એચસીએલની રોશની નાદર 52મા ક્રમે છે, ત્યારબાદ બાયોકોનના કિરણ મઝુમદાર શૉ 72મા ક્રમે છે.

Indias Most Powerful Business Women in 2021
Indias Most Powerful Business Women in 2021 | image credit : economictimes.indiatimes.com

 ફાલ્ગુની નાયરે પણ પ્રવેશ કર્યો

આ વખતે Nykaa ના સ્થાપક અને CEO ફાલ્ગુની નાયરે પણ આ યાદીમાં પ્રવેશ મેળવ્યો છે, તેમનો રેન્ક 88 છે. ફાલ્ગુની નાયર નાયકામાં 50 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના શેરમાં તીવ્ર વધારો થતાં નાયરની નેટવર્થ 7 બિલિયન ડોલરને વટાવી જતાં ફાલ્ગુની નાયર દેશમાં સાતમી મહિલા અબજોપતિ બની હતી.

Indias Most Powerful Business Women in 2021
Indias Most Powerful Business Women in 2021 | image credit : thenewsmen.co.in

નંબર વન પર મેકેન્ઝી સ્ટોક

ફોર્બ્સની સંપૂર્ણ યાદીની વાત કરીએ તો પ્રથમ સ્થાને એમેઝોનના માલિક અને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્ટોક છે. મેકેન્ઝીએ જર્મન ચાન્સેલર એન્જેલર મર્કેલને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. તે જ સમયે, બીજા નંબર પર પણ ભારતીય મહિલાઓનો દબદબો છે. આ યાદીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારતીય કમલા હેરિસને બીજું સ્થાન મળ્યું છે.

Indias Most Powerful Business Women in 2021
Indias Most Powerful Business Women in 2021 | image credit : bloomberg.com

દર વર્ષે યાદી બહાર પાડવામાં આવે છે – Indias Most Powerful Business Women in 2021

તમને જણાવી દઈએ કે દર વર્ષે આ અમેરિકન બિઝનેસ મેગેઝિન વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડે છે. આ વર્ષે શક્તિશાળી મહિલાઓની યાદીમાં 40 એવી મહિલાઓ છે, જેઓ એક તથા બીજી કંપનીમાં સીઈઓનું પદ સંભાળી રહી છે. યાદીમાં 19 વિશ્વ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

Indias Most Powerful Business Women in 2021
Indias Most Powerful Business Women in 2021 | image credit : forbes.com

ગુજરાતીમાં જાણવા જેવું – જનરલ બિપિન રાવત આ 5 શબ્દોનું પાલન કરવાનુ કેહતા ગયા છે ભારતીય સૈનિકોને

Must Read