Homeસ્પોર્ટ્સIPL માં દર્શકોને મળશે પ્રવેશ; આ રીતે મળશે ટિકિટ

IPL માં દર્શકોને મળશે પ્રવેશ; આ રીતે મળશે ટિકિટ

-

IPL 2021 new schedule time table list; get Indian premier league tickets tickets dubai price

ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 14 મી સીઝનના (Season) બીજા તબક્કામાં દર્શકોને મેદાનમાં પ્રવેશ મળશે. BCCI એ બુધવારે આ માટે પરવાનગી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે IPL 2021 ના ​​બીજા તબક્કામાં પ્રથમ મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ત્રણ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Superkings) વચ્ચે રમાશે. ટિકિટ બુકિંગ સંબંધિત તમામ માહિતી આઈપીએલ સાઇટ પર શેર કરવામાં આવી છે. આઈપીએલ મુજબ, ચાહકો 16 સપ્ટેમ્બરથી ટિકિટ બુક કરાવી શકે છે. સત્તાવાર વેબસાઇટ www.iplt20.com ઉપરાંત, પ્લેટિનમલિસ્ટ.નેટ સાઇટ પરથી પણ ટિકિટ બુકિંગ (Ticket Booking) કરી શકાય છે.જોકે લીગના (League) આયોજકોએ સ્ટેડિયમમાં કેટલા દર્શકો હાજર રહેશે તે જણાવ્યું નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકોને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે.

BCCI માટે મોટી સિદ્ધિ
BCCI માટે આ એક મોટી સિદ્ધિ છે. 28 મહિના પછી, દર્શકો સ્ટેડિયમમાં પાછા આવી રહ્યાં છે. મે 2019 માં ભારતમાં આયોજિત IPL ની 12 મી આવૃત્તિમાં છેલ્લી વખત દર્શકો મેદાન પર પહોંચ્યા હતા. આ પછી, 2020 માં યુએઈ અને 2021 માં ભારતમાં યોજાયેલા પ્રથમ તબક્કામાં, દર્શકોને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. આ નિર્ણય કોરોનાને કારણે લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે, બીસીસીઆઈ પ્રથમ તબક્કામાં નુકસાનની ભરપાઈ પણ કરી શકે છે.

બાકીની 31 મેચ ત્રણ શહેરોમાં રમાશે
IPL ની બાકીની 31 મેચ દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં 27 દિવસમાં રમાશે. આઈપીએલ 2021 નો પ્રથમ તબક્કો 4 મેના રોજ કોરોના રોગચાળાને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. 2 મે સુધી કુલ 29 મેચ રમાઈ હતી. આઈપીએલ 2021 માં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ આઠ મેચમાંથી છ જીત સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ જીત સાથે બીજા નંબરે છે. આ સાથે જ વિરાટ કોહલીના નેતૃત્વમાં આરસીબી પાંચ જીત સાથે ત્રીજા સ્થાને છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...