Homeજાણવા જેવુંજાણો દેશના તિરંગા રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ અને રોચક માહિતી

જાણો દેશના તિરંગા રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ અને રોચક માહિતી

-

ગુજરાતીમાં જાણવા જેવું : દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Champaign) ચાલી રહ્યું છે. દેશમાં તારીખ 13થી 15 ઑગસ્ટ સુધી દેશમાં વિવિધ રીતે આઝાદી પર્વ (Independence Day Celebration)ના 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવશે. ત્યારે દેશની આન, બાન અને શાન એટલે તિરંગા રાષ્ટ્રીય ધ્વજના ઈતિહાસ (Indian Flag History In Gujarati) વિશે માહિતી પણ ખુબ જરૂરી છે.

15 august speech in Gujarati

22 જુલાઈ 1947ના દિવસે દિલ્લીના કોન્સ્ટીટ્યુશન હોલ (Constitution Hall Delhi) માં સંવિધાન સભાના સભ્યોની મિટિંગ હતી. આ સભામાં પંડિત જવાહરલાલ નહેરૂએ આઝાદ ભારત માટે એક ધ્વજ પ્રસ્તાવ મુક્યો હતો. આ ધ્વજના પ્રસ્તાવ પર ખુબ જ ઉંડાણ પૂર્વક ચર્ચા થઈ અને અંતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં કેસરી, સફેદ અને લીલા રંગના ધ્વજમાં અમુક બદલાવો સાથે ભારતનો ધ્વજ (Flag) બનાવવા સહમતી થઈ હતી. 22 જુલાઈ 1947ના રોજ મળેલી સંવિધાન સભાની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

જૂઓ વિડીયોમાં- ભારતના ઈતિહાસનું ખરડાયેલું પાનું કટોકટી

15 August vishe Gujarati Nibandh

ભારતના વર્તમાન રાષ્ટ્રધ્વજને બનાવવાનો શ્રેય સ્વતંત્રતા સંગ્રામ સેનાની પિંગલી વૈકૈયાને જાય છે. ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં “પિંગલી વૈંકય્યા” એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ (National Flag) બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ “ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન” ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું, પિંગલી વૈકેયાએ જે ધ્વજ બનાવ્યો હતો તેમાં લાલ અને લીલા રંગની પટ્ટી હતી. જે ભારતના બે ધર્મનું પ્રતિનિધિત્વ કરતું હતું

જૂઓ વિડીયો- 6,992 કિમી લાંબી એમેઝોન નદી પર કેમ એક પણ પુલ નથી ?

Independence Day Essay in Gujarati

1921માં પિંગલી વૈકેયા આ ધ્વજને ગાંધીજી પાસે લઈ ગયા તો ગાંધીજીએ ધ્વજમાં સફેદ રંગ અને ચરખાને ઉમેરવાની સલાહ આપી. બદલાવ સાથે મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, આ ધ્વજની રૂપરેખા “આયરલેન્ડ”નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે “આયર્લેન્ડ” પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો ન હતો.

15 August Essay In Gujarati

છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને “પિંગાલી વૈંકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું…આ ધ્વજને આંદોલનોમાં લોકો વ્યપક રીતે ઉપયોગ કરતા હતા.

ત્રિરંગાના રંગો અને અશોક ચક્ર શેનું પ્રતિક મનાય છે.

બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ સુર્યનુ રૂપ ઉર્જા અને આધ્યાત્મ પ્રતિક જ્યારે સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ધરતી ઉપર વનસ્પિતિ રૂપ હરિયાળી, ઉત્પાદકતા અને સમૃદ્ધીનું જ્યારે વચમાં ચક્ર ન્યાય અને અધિકારો તેમજ ગતિનું પ્રતિક મનાય છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...