Homeસ્પોર્ટ્સકોરોનાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધારી દીધું, 5 મી ટેસ્ટ પહેલા એક વધુ...

કોરોનાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધારી દીધું, 5 મી ટેસ્ટ પહેલા એક વધુ સભ્ય પોઝિટિવ

-

Indian Cricket team supporting staff corona positive before England Test match: Sports Gujarati news.

  • કોરોનાએ ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધારી દીધું
  • 5 મી ટેસ્ટ પહેલા એક વધુ સભ્ય પોઝિટિવ

સપોર્ટ સ્ટાફનો (Support staff) એક સભ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાનો આ કેસ શુક્રવારથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે યોજાનારી પાંચમી ટેસ્ટ પહેલા આવ્યો છે. ટીમ ઈન્ડિયાનું (Team India) તાલીમ સત્ર (Practice session) આજે એટલે કે ગુરુવારે પણ રદ કરવામાં આવ્યું છે.

ESPNcricinfo અનુસાર, ભારતીય ટીમના સભ્યોને આગલી સૂચના સુધી તેમના હોટલના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. બુધવારે સાંજે કરવામાં આવેલા ટેસ્ટ બાદ કોરોનાનો લેટેસ્ટ કેસ સામે આવ્યો છે.

અગાઉ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિઝિયો નીતિન પટેલ અને આર શ્રીધર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. સપોર્ટ સ્ટાફના આ સભ્યોને 10 દિવસ માટે અલગ રાખવામાં આવ્યા છે. લંડનના ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન આ તમામ સભ્યો પોઝીટીવ જોવા મળ્યા હતા.

ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. તેણે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. શ્રેણીની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી જે ડ્રો થઈ હતી.

લોર્ડ્સમાં રમાયેલી બીજી મેચ ટીમ ઇન્ડિયાના નામે હતી. આ પછી ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં પુનરાગમન કર્યું અને ટીમ ઈન્ડિયાને હરાવી. ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ ફરી વળતો પ્રહાર કર્યો અને શ્રેણીમાં લીડ મેળવી લીધી. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ શુક્રવારથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે.

Must Read