Homeરાષ્ટ્રીયડ્રોન દ્વારા દવાની હોમ ડિલિવરી, દેશનું પ્રથમ રાજ્ય બનશે

ડ્રોન દ્વારા દવાની હોમ ડિલિવરી, દેશનું પ્રથમ રાજ્ય બનશે

-

India’s First Medicine from Sky project State Telangana: Delivery medicine through Air Drone. Gujarati Health Business news.

  • ડ્રોન દ્વારા કરવામાં આવશે દવાઓની હોમ ડિલિવરી
  • મેડીસીન ફ્રોમ સ્કાય પ્રોજેક્ટ વાળું પ્રથમ રાજ્ય બન્યું

તેલંગાણામાં ડ્રોન દ્વારા દવાઓની હોમ ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તેલંગાણા સરકાર શનિવારથી મેડીસીન ફ્રોમ સ્કાય પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, નીતિ આયોગ અને હેલ્થનેટ ગ્લોબલ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, બિયોન્ડ વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈટ ડ્રોન ફ્લાઇટ્સનો પ્રયોગ કરીને વિકારાબાદ જીલ્લાના હવાઈ ક્ષેત્રોમાં દવાઓનું વિતરણ કરવામાં આવશે.

ઉડ્ડયન મંત્રાલય તરફથી મંજૂરી
આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેલંગાણા સરકારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી મંજૂરી માંગી હતી. જાણકારી અનુસાર, મંત્રાલયે તેની પરવાનગી આપી દીધી છે, જે બાદ શનિવારે આ પ્રોજેક્ટ વિકરાબાદ જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવશે. આઠ કન્સોર્ટિયમમાંથી ત્રણ – બ્લ્યુડાર્ટ મેડ એક્સપ્રેસ કોન્સોર્ટિયમ, હેલિકોપ્ટર કોન્સોર્ટિયમ અને કર્ફિસલી કોન્સોર્ટિયમ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ વિકરાબાદ પહોંચી ચૂક્યા છે.

તેલંગણા મેડીસીન ફ્રોમ સ્કાય પ્રોજેક્ટ વાળું પ્રથમ રાજ્ય બનશે. અહીં દવાઓની ડિલિવરી ડ્રોન દ્વારા કરવામાં આવશે. અધિકારીઓ લાંબા અંતર અને ભારે પેલોડ પર ડ્રોનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષણો કરી રહ્યા છે.

Must Read