Homeરાજકારણખેડૂત આંદોલનનું એક વર્ષ; કિસાન સંગઠનોએ ભારત બંધનું આપ્યું એલાન

ખેડૂત આંદોલનનું એક વર્ષ; કિસાન સંગઠનોએ ભારત બંધનું આપ્યું એલાન

-

One year long Farmers Protest in India: Today’s National news in Gujarati

ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારે પાસ કરેલા કૃષી કાયદાઓને (Farmers Law) લઈ લાંબા સમયથી વિરોધ (Protest) કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ઘર આંગણેથી શરૂ કરેલું આંદોલન દેશની રાજધાની સુધી પહોંચ્યું હતું. એટલું જ નહીં પરંતુ હવે આ આંદોલનને એક વર્ષ થશે. આ સમયે ખેડૂતો જરા પણ પાછા નહીં હટતા ફરી ભારત બંધનું એલાન (Bharat Bandh)કરી રહ્યાં છે. સંયુક્ત કિસાન મોરચા (Samyukt Kisan morcha) દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ કરાવ એલાન આપી દેવાયું છે. સંયુક્ત કિસાન મોર્ચા સહિતના ખેડૂત સંગઠનો પણ આ પ્રદર્શનમાં જોડાશે.

‘સંયુક્ત કિસાન મોરચા સાથે જોડાયેલા સંગઠનોના આગેવાનો એ જણાવ્યું કે, સમાજના તમામ વર્ગને ખેડૂતો સાથે જોડી ભારત બંધ પહેલા જ બહોળો પ્રચાર કરવાની અપિલ કરવામાં આવશે. જેથી લોકોને કોઈ જાતની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. જોકે આ બંધ સંપુર્ણ પણે શાંતિપૂર્વક અને સ્વૈચ્છિક છે. ઈમરજન્સી માટે છૂટ રહેશે.’

ખેડૂતોએ જાહેર કરેલ બંધ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી લાગુ રાખવાનું છે. બંધમાં સામાજિક સમારોહની મંજૂરી પણ નહીં આપવામાં આવે. આ માટે સંયુક્ત કિસાન મોરચાના આગેવાનો મુંબઈ ખાતે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં એક બેઠક પણ યોજી રહ્યાંના અહેવાલ છે. બીજી તરફ એ જ દિવસે યુપીના સિતાપુર ખાતે ખેડૂતોની મહાપંચાયત પણ યોજાશે.

Must Read