Homeઆંતરરાષ્ટ્રીયભારતની આ મદદ અફઘાનિસ્તાન પહોંચાડવા પાકિસ્તાને રસ્તા ખોલ્યા

ભારતની આ મદદ અફઘાનિસ્તાન પહોંચાડવા પાકિસ્તાને રસ્તા ખોલ્યા

-

રાજકિય અસ્થિરતાને કારણે અફઘાનિસ્તાનની હાલત છેલ્લા ઘણાં વર્ષોથી ખરાબ છે. એવામાં હવે ફરી તાલિબાનીઓના (Taliban) હાથમા અફઘાનિસ્તાની સત્તા આવી ગઈ છે. તાલિબાનીઓના કબ્જા સમયે અફઘાનિસ્તાનની દયનિય સ્થિતીની અહેવાલોએ વિશ્વભરના દેશોને ચિંતામાં મુકી દિધા છે.

ભારત (India) અફઘાનિસ્તાનના (Afghanistan) લોકોની મદદ (Help) કરવા જઈ રહ્યું છે. જેમાં પાકિસ્તાનના (Pakistan) રસ્તેથી સહાયની સામગ્રીઓ પસાર થવાની છે, જેમાં પાક.ને શરમથી જુકીને ભારતના મદદના ટ્રકોને જવા દેવા પડ્યા હતા.

શિપમેન્ટમાં શું શામેલ છે
શિપમેન્ટમાં 50000 મેટ્રિક ટન ઘઉં, ઇમરજન્સી મેડિકલ સપ્લાય, શિયાળુ આશ્રય અને અન્ય પુરવઠો સહિત ખાદ્ય ચીજોનો સમાવેશ થશે. આ બેઠકમાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી, નાણાં સલાહકાર શ્રી શૌકત ફયાઝ તારીન, પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડૉ. મોઈદ યુસુફ અને વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓએ હાજરી આપી હતી.

ભારતે ગયા મહિને પાકિસ્તાનને વિનંતી કરી હતી
ગયા મહિને ભારતે માનવતાવાદી વલણ દાખવી અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાની જાહેરાત કરી હતી. ભારતે પાકિસ્તાનને વાઘા બોર્ડર મારફતે અનાજ મોકલવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ પ્રધાન અમીર અહમદ મુત્તાકીએ ગયા અઠવાડિયે વડા પ્રધાન ઇમરાન ખાનને વિનંતી કરી હતી કે ભારતને પાકિસ્તાન દ્વારા ઘઉં મોકલવાની મંજૂરી આપો.

રાજકિય અસ્થિરતાને કારણે અફઘાનિસ્તાનની હાલત છેલ્લા ઘણાં વર્ષોથી ખરાબ છે. એવામાં હવે ફરી તાલિબાનીઓના (Taliban) હાથમા અફઘાનિસ્તાની સત્તા આવી ગઈ છે. તાલિબાનીઓના કબ્જા સમયે અફઘાનિસ્તાનની દયનિય સ્થિતીની અહેવાલોએ વિશ્વભરના દેશોને ચિંતામાં મુકી દિધા છે. આવા સમયે ભારત દ્વારા અફધાનિસ્તામાં લોકોને મદદ કરવા માટે 50 હજાર ટન ઘઉંનો જથ્થો મોકલવાનો નિર્ણય કર્યો છે.

અફઘાનિસ્તાન ઘઉં પહોંચાડવા માટે પાકિસ્તાનના રસ્તાઓ જરૂરી બની જાય છે. ત્યારે પાકિસ્તાને ભારતમાંથી ઘઉંની મદદ મોકલવા માટે રસ્તાઓ ખોલી દિધા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાન દ્વારા સત્તાવાર આ બાબતની જાહેરાત કરી દેવાઈ છે.

ભારત દ્વારા અફઘાનિસ્તાનને મદદ માટે ઘઉંનો જંગી જથ્થો મોકલવામાં આવશે, જેથી અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતી કાબૂમાં આવી શકે તેવી આશા સેવાઈ રહી છે.

Must Read