Homeજાણવા જેવુંભણવાની કોઈ ઉંમર ન હોય, 104 વર્ષની દાદી એ કર્યું...

ભણવાની કોઈ ઉંમર ન હોય, 104 વર્ષની દાદી એ કર્યું…

-

104 વર્ષીય દાદી અમ્માનો કમાલ, 100 માંથી આટલા ગુણ મેળવીને સાબિત કર્યું ‘ભણવાની કોઈ ઉંમર નથી હોતી’ -India 104 yearold woman scores89 out of 100 in literacy test

‘જો વ્યક્તિની ઉમર વધારે હોય તો કોઈ ફરક પડતો નથી આ વાત ફરી એકવાર સાબિત કરી છે કેરળના કુટ્ટીયમ્માએ. તેમણે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે શિક્ષણ મેળવવાની કોઈ ઉંમર નથી હોતી. ‘જબ જાગો તભી સવેરાની’ કહેવતને સાચી સાબિત કરીને તેમણે રાજ્ય શિક્ષણની પરીક્ષા પાસ કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેમણે આ પરીક્ષામાં 89 ગુણ મેળવ્યા છે.

100માંથી 89 માર્કસ મેળવ્યા છે -India 104 yearold woman scores89 out of 100 in literacy test

આ હિંમત અને જુસ્સાની કહાની છે કેરળના કોટ્ટાયમ જિલ્લાની 104 વર્ષીય કુટ્ટીયમ્માની, જેમણે રાજ્યની શૈક્ષણિક પરીક્ષામાં 100માંથી 89 અંક મેળવીને ફરી એકવાર દુનિયાને જણાવી દીધું છે કે જો ભાવના મજબૂત હોય તો સફળતા મેળવી શકાય છે. કોઈપણ ઉંમરે હાંસલ કરી શકાય છે.

India 104 yearold woman scores89 out of 100 in literacy test
India 104 yearold woman scores89 out of 100 in literacy test | image credit : twitter.com/VSivankuttyCPIM

કેરળના શિક્ષણ મંત્રીએ માહિતી આપી

કેરળના શિક્ષણ મંત્રી વાયુદેવન શિવનકુટ્ટીએ શુક્રવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી 104 વર્ષીય કુટ્ટીયમ્માએ રાજ્યની શિક્ષણ પરીક્ષા પાસ કરી હોવાની માહિતી આપી હતી. તેમણે રાજ્ય સરકારની નિરંતર શિક્ષણ પહેલ હેઠળ લેવામાં આવતી પરીક્ષામાં 104 વર્ષીય કુટ્ટીયમ્માએ 100 માંથી 89 ગુણ મેળવ્યાની તસવીર શેર કરી હતી. જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કેરળ રાજ્ય સાક્ષરતા મિશન ઓથોરિટીનો હેતુ છે કે રાજ્યના દરેક નાગરિક માટે સાક્ષરતા, સતત શિક્ષણ અને આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે. India 104 yearold woman scores89 out of 100 in literacy test

કુટ્ટીયમ્માને મળી ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આ સિદ્ધિ પર 104 વર્ષીય કુટ્ટીયમ્માને અભિનંદન આપતા કેરળના શિક્ષણ મંત્રીએ તેમના ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે “કોટ્ટયમ જિલ્લાની 104 વર્ષની કુટ્ટીયમ્માએ કેરળ રાજ્ય સાક્ષરતા મિશનની પરીક્ષામાં 100માંથી 89 ગુણ મેળવ્યા(India 104 yearold woman scores89 out of 100 in literacy test) છે. કુટ્ટીયમ્માએ સાબિત કર્યું છે કે શિક્ષણ મેળવવાની કોઈ ઉંમર હોતી નથી. હું તેમને અને અન્ય લોકોને પ્રેમ અને આદર સાથે શુભેચ્છા પાઠવું છું જેઓ હંમેશા કંઈક નવું શીખવા માટે તૈયાર હોય છે.”

ગુજરાતીમાં જાણવા જેવું – Viral Video જુઓ ગાયનું છાણ ખાતા MBBS ડોક્ટરનો

Must Read