HomeગુજરાતJanva Jevu Gujarati - આ સ્થિતિમાં બેંક ખોલી શકે છે લૉકર, જાણી...

Janva Jevu Gujarati – આ સ્થિતિમાં બેંક ખોલી શકે છે લૉકર, જાણી લેજો નવા નિયમો નહીં તો પસ્તાશો

-

Janva Jevu Gujarati – મોટાભાગેના લોકો પોતાની કિંમતી ચીજો અને દાગીના જેવી વસ્તુઓ સાચવી રાખવા માટે બેંકના લૉકરનો ઉપયોગ કરતા હોય છે. લોકો પોતાના ઘર કરતા બેંકમાં રહેલા સામાનની સુરક્ષા વધારે હોવાનું માનતા હોય છે. પરંતુ લૉકર ખોલતા પહેલા એ પણ યાદ રાખવું જોઈએ કે તેના પણ કેટલાક નિયમો હોય છે. જેમકે લાંબા સમય સુધી જો તમે લૉકરને ઓપરેટ જ નથી કરતા તો બેંક આ લૉકરને તોડી પણ શકે છે.

તાજેતરમાં જ આર.બી.આઈ. દ્વારા સેફ ડિપોઝીટ લોકરને લઈ એક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જેમાં બેંકોને એ લૉકર ખોલવાની પરવાનગી મળી છે જે લૉકર્સ લાંબા સમય સુધી ખોલવામાં નથી આવ્યા, ટૂંકમાં કોઈ વ્યક્તિ એ ઑપરેટ જ નથી કર્યું. પછી ભલે જે તે લૉકરનો માલિક નિયમિત રીતે ભાડાની ભરપાઈ કરતો હોય.

ઈન્ડિયન બેંક્સ એસોશીએસનની પ્રતિક્રિયાને ધ્યાને લેતા આર.બી.આઈ દ્વારા આ મહત્વનું પગલું લેવાયું છે. જેમાં સુરક્ષિત લૉકરોના દિશાનિર્દેશોમાં સંશોધન કરવામાં આવ્યું છે. સુધારા બાદ નિષ્ક્રિય બેંક લૉકર્સને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે.

ભાડું ચૂકવ્યા બાદ પણ લોકર બેંક તોડી શકે છે

આર.બી.આઈ. ના સંશોધિત દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, બેંક લૉકરને તોડવા તેમજ લોકરની સામગ્રી પોતાના વારસદાર/કાનૂની વારસદારને ટ્રાન્સફર કરવી પારદર્શક રીતે વસ્તુઓને સ્થાનાંતરિત કરવા તેમજ તેનો નિકાલ કરવા સ્વતંત્ર રહેશે. જો તે 7 વર્ષના સમયગાળા માટે નિષ્ક્રિય રહે છે અને ભાડું નિયમિત ચૂકવવામાં આવે છે તો પણ લૉકર ભાડૂઆતનો પત્તો નથી લગાવી શકાતો.

લૉકર લેનારને એલર્ટ કરશે

આરબીઆઈના નવા નિર્દેશોમાં જણાવાયું છે કે, બેંક લૉકર ભાડે લેનારને એક પત્રના માધ્યમથી નોટિસ મોકલશે. બાદમાં રજીસ્ટર ઈમેલ આઈડી તેમજ મોબાઈલ ફોન નંબર પર એસએમએસથી એલર્ટ મોકલશે. બાદમાં જો પત્ર વગર ડિલિવરીએ રિટર્ન આવી જાય કે લૉકર ભાડે રાખનારનો કોઈ ખ્યાલ નથી આવતો તેવી સ્થિતીમાં તો બેંક લૉકર ભાડે અથવા તો કોઇ અન્ય વ્યક્તિ કે જે લૉકરની સામગ્રીમાં રસ દાખવે છે ત્યારે જવાબ આપવા માટે યોગ્ય સમય આપતા બે સમાચાર પત્રો ( એક અંગ્રેજીમાં અને બીજું લોકલ ભાષા) માં સાર્વજનિક નોટિસ કરશે.

Must Read